________________
પ્રાચીન સજઝાય મહેદાધ ભાગ-૧
ફેગટ કુલે માયા કરે, કહો કેમ તે ભવસાગર તરે; જેહને દેવગુરૂ શું ષ, સુખ ન પામે તે લવલેશ. બહુ દહાડાનું ભેગું કરી, માખણ તાવે અગ્નિએ ધરી; તેહ મરીને નરકે જાય, માનવ હોય તે દાહજવર થાય. દુધ તણે વળી લોભે જેહ, પાડા ભૂખે મારે તેવ; ફરતાં ઢોરમાં તે જાયે વળી, ભૂખે તરશે મરે ટળ વળી. આંખ કુટે તૈયે જે ગાળ, પરભવ અધે થાએ જાળ; મારો પીટયો દીએ જે ગાળ, પરભવ સુખ ન પામે તે બાળ. પાટ પાટલા ને વસ્ત્રદાન, સવિ શેકયું વળી રાંધ્યું ધાન; મુનિવરને દીએ મન ઉલ્લાસ, તસ ઘરે લક્ષ્મી રહે સ્થિર વાસ. દેતાં દાન વિમાસણ કરે, દેઈ દાન મન ચિંતા ધરે; સુખ સંપત્તિ પામે અભિરામ, છેડે ન હોએ વસવા ઠામ, ધન થોડું ને દીએ દાન, મહિલયમાં તે વાધે વાન; ઋષિને દાન દઈ કરે રંગરોળ, તરઘેર લક્ષમી કરે કલેલ. સુખ સંપત્તિ જે આવે મળી, ડોસાની દેવા મતિ ટળી; ધન ઉપર જે રાખે સ્નેહ, પરભવ સાપ પણે થાયે તેહ. અધિકે એાછો બાંધે તેલ, દેવા ચાહે નવિ પાળે બેલ; તેહની લોકમાં ન હોયે લાજ, પરભવ તેહનાં ન સરે કાજ. પિથી બાળે બેળે જેહ, પરભવ મૂરખ થાયે તે; ભણે ગુણે દે પોથી દાન, પરભવ નર તે વિદ્યાવાન. નાનાં મોટાં કુંપાળાં હરી, ખાંતે સ્ટે લીલા કરી, કીધાં કર્મ નવિ કેલાય, મરીને નર તે કેઢીઓ થાય. પાંખ પંખીની કાઢે જેહ, પરભવ હુંઠ થાયે તેહ, પગ કાપે ને કરે ગળ ગળા, મરી નર તે થાયે પાંગળો. પાડોશી શું વઢે દિન-રત, પરભવ તે ન પામે સંઘાત; માત-પિતા સૂત સૈયર ધણી, પરભવ તેહને વઢવાડ ઘણી. અણુ દીઠું અણસાંભળ્યું કરે જેહ, પરભવ સઘળો થાયે તેહ; પારકી નિંદા કરે નરનાર, જસ નહિ પામે તે લગાર. પરનાં અવગુણ ઢાંકે જેહ, નરનારી જસ પામે તેહ નિંદા કરીને દીએ જે ગાળ, પરભવ નર તે પામે આળ. રાત્રિ ભોજન કરે નરનાર, તે પામે ઘુવડ અવતાર; રાત્રે પંખી જ ખાએ ઘાન, માણસ હૈયે ન દીસે સાન,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org