________________
પ્રાચીન સઝાય મહેદધ ભાગ-૧
પુત્રનાં સંબંધનું કામ નથી હવે માહરે, ત્યારે શું કહો છો બેલ થઈ સન્મુખ જે, લજજા મૂકી અશ્રુથી નેત્રો ભરી નૃપે, માગ્યું અંબર મૃતકનું કરી ઉન્મુખ જે. એટલામાં કરી દેવે વૃષ્ટિ પુષ્પની, સત્યવાદી તમે જય પામે મહારાજ રે; કસોટી કીધી દુઃખમાં નાંખી આપને, ક્ષમા કરેને સત્યતણાં શિરતાજ જે. દીધું વરદાન દેવે રાજ્ય આબાદનું, સજીવન કરી પુત્રને ગયા દેવલોક જે; મંત્રીશ્વર અંગરક્ષક બને આવીયા, શ્લાઘા થઈ છે નૃપની ત્રણે લોક જે. ધન્ય ધન્ય છે સત્ય શિરોમણું રાયને, જેમ જેમ કરીએ, તેમ તેમ કંચનવાન જે સુરપતિ આગળ સ્તુતિ કરે હરિશ્ચંદ્રની દીઠો ન જગમાં બૈર્યમાં મેરૂ સમાન જે. વિચરતા પ્રભુ શાંતિ જીનેશ્વર આવીયા, રાય ને રાણી વંદન અર્થે જાય જે; દેશનાતે હરિશ્ચ પૂરવ ભવ પૂછીયે, શા કારણથી ભંગી પણું મુજ થાય જે. બાર વરસ લગે દુઃખના ડુંગર દેખીયા, સુતારા શિરપર આવ્યું મહાન કલંક જો; વિખૂટો કર્યો પુત્રને રાણીથી મુજને, કારણ વિણ કદી કાર્ય બને ન નિશંક . પ્રભુ કહે રાય રાણી તમે પૂર્વે હતા, સાથે સાથે બે મુનિ આવ્યા તુમ ગામ, દેખીને રાણી વિંધાણુ કામથી, દંભથી દાસી દ્વારા ભીડી હામ જે. હાવભાવ દેખાડયા બહુ એકાંતમાં, પણ મુનિ કહે ભસ્મ થયો અમ કામ; તેથી કામ અમારો હવે નથી જાગત, વળી મળમૂત્રની કૂડી કાયા છે ઉદ્દામ જે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org