________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ રાક્ષસી રૂપ કરાવી કીધી વિટંબણા, તારામતીને ભરી સભાની માંય જે નાગ ડંસાવી મરણ કર્યો હિતાશ્વને, વિખૂટો પડયે તારામતીથી રાય જે. મૃતક અંબર લેવા પ્રેત વને ગયે, ચંડાળનાં કહેવાથી નેકર રાય જે આવી સુતારા કુમાર મૃતકને ઉચકી, દહનક્રિયા કરવા મૂકી કાય જે. રૂદન કરે છાતી ફાટને કુટતી, ખેાળામાં લઈબાળક ઉપર પ્રેમ જે; એટલામાં હરિ દોડતો આવ્યો આગળ, ઓળખી રાણીને પૂછે છે કુશળ ક્ષેમ જે. સુતારા કહે પુત્ર મરણની આ દશા, ચંડાળ થઈને મને વેચી દ્વિજ ઘેર જે; રાજપાટ ગયું કુટુંબ કબીલે વેગળો, પુત્ર મરણથી વર્ચો કાળો કેર જે. બાર વરસ લગે ભંગીપણું આપે કર્યું, ચાકરડી પણું થયું મારે શિર તેમ જે, કુંવર હંસાબે વનમાં કાષ્ટ લેવા જતાં, સ્વામી હવે શું પૂછો છો કુશળક્ષેમ જે. પ્રભુ હવે તે દુઃખની હદ આવી રહી શિર પર ઉગવા બાકી છે હવે તૃણ જે; દુઃખ લખ્યું હશે કેટલું આપણું ભાગ્યમાં, નાથ હવે તે માગું છું હું મારણ જે. ગભરાયો નૃપ રાણીની વાત સાંભળી, ધીરજ ધારી હૃદય કર્યું કઠીન જે સહન કરીશ હું જેટલું જે દુખ આવશે, પણ સૂર્યવંશી થાશે નહી કદી દીન જે. આટલું બેલી પ્રેમનું બંધન તેડીને, મુખ ફેરવીને માંડયું મૃતકનું વસ્ત્ર જે; શયની સમસ્યા સુતારા સમજી નહિ, ફરી ફરી નૃપના હાથમાં લે છે પુત્ર જે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International 2010_05