________________
નરસિંહ મહેતા કુત
[ રાગ : ખટ ] સાંભલ્ય સુંદરી ! વાત કઉં છું ખરી, સ્નેહ ધરી સુભગ મુખ શેન (મ) જુયે ? માન્ય તું માનુની! માન્ય માહારું કહ્યું, સાન કયે સમઝ સુખ શું રે ખુયે ? કેટિ કંદર્પને દપ હેલાં હશે, એહવું રૂપ અત્યંત રૂડું; ચાલ્ય ચંદ્રમુખી ચતુર ચતુરાઈશું, હવે ફરી હઠ કરી તેહ કુડું, નિત્ય આરાધવા જોગ જે આપણે, મેહન દુભાયે શાને માટે ? તારી વાત વિપરીત વનિતાએ કહું, કયમ સહે ગર્વ તે ફાક માટે ? જે તાહારા મનમાં એમ હતું માંગુની, તે હું ને મોકલી શાને કાજે ? પેય તે પ્રથમ પ્રીછી નહીં પ્રેમદા, હોય કયમ કામ શું હવે રે લાજે ? મસ્તક પદ ધરી, વિનવું પિય કરી. હજી લગી સાન તે શું ન આવી ? કુંજવન કેશન શું કેલિ કમલાક્ષી, જામિની જામ ત્રણ હજી રે જાવી. હેત ઉપદેશ સુણી, પરવરી પદ્મની, સેલ શંગાર સજી શીવ્ર ચાલી, માંન મુક્યું સહી, ચિત્ત ચૂકી નહી, નરસિંહા સ્વામી સંગે રંગે માહાલી.
૧૨૭
[ રાગ : ધન્યા(શ) ] સુંદરીને ચરણે અઢલક ઢલી, મને વચને કરી આવ્યો રે સામલીયે.
સુંદરી... ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org