SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ નરસિંહ મહેતા કૃત હરિજનની કે સેવા કરે, તેહનાં તે કારજ થાએ રે, ભવસાગરમાં બુડતાં રે, છબીલજી નાવડી સામે રે. ૩ હરિજન આવતા દેખીને, ધાઈને જે કોઈ મલશે રે, ભણે નરસૈઈએ હું શું કહું તે જમના ભેથી ટલશે રે. ૪ ૧૬૪ હરિ વિના હિતકારી બીજું કઈ તારું નથી, કઈ તારું નથી રે, બીજુ કઈ તારું નથી. હરિ...(ટેક) પ્રભુ ભજ્યાનું વેદ પુરાણે કહ્યું છે કથી, અકલહીણ આલસી બેઠે પાંમર તું પથી. હરિ...૧ સ્વારથિ સંસાર તેમાં રહ્યો લથપથી, સંત પુરુષની સખત વિના, સી થચ્ચે ગતિ. હરિ..૨ અકલવંતા રાજ્ય કરતા, મુવા મારથી, નરસી મેતે કે આપણે જાવું ઠર્યું ઠેઠથી. હરિ..૩ ૧૬૫ હેલી ! જેવા સરખું આજ, રંગભેર મલીઉં રે, લાડકડે રૂપનિધાન, અંતર દલીલ રે. ૧ ગોરી ! હરિ ભીનલે વાન, રંગભેર મલીઉં રે, લાડકડો રૂપનિધાન, અંતર દલીલું રે. જેનાં વેદ કરે રે વખાણ, રંગભેર મલી રે, જેહેન મુનિ ન ધરી સકે ધોન, અંતર ટલીઉ રે. નરસંઈને દીધા રે અભેદાન, રંગભેર મલી રે, લાડકડે રૂપનિધાન, અંતર દલીલું રે. ૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004610
Book TitleNarsimha Mahetana Pado
Original Sutra AuthorN/A
AuthorRatilal V Dave
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy