________________
નરસિંહ મહેતા કૃત
૧૪૮ દેતી વેલામાં હાથ વાવરી લેજે, આગલ્ય લાફાલેલ નથી. આજ છે એવું કાલ્ય નથી; કાલે છેતરીયા મોટા છત્રપતી. દેતી ....૧ મનુસદેહી દેવતાને દુર્લભ કરી જાણે, એવું રે જાણીને તમે ભજે રે હરિ, પશુ-પંખીમાં અવતરશે પછે, દાનપુન્ય નહીં થાય ફરી. દેતી.........૨ લખ રાશીમાં ફરી ફરી પડશો, જમદુત આવે તેને શું રે કેહેશે; હાડછેડ કરીને સઉ કો હાકશે, એવા એવા અવતાર તમે કેમ રે સેશો? દેતી.. કર્મ તો કાંકરે કાઢી નાંખે, માથે મરણ તણું છે મેટી ઘાંટી; ભણે નરસૈયે ભજન કરી લે, પલવટ વાલીને થાઓ રે માટી. દેતી......૪
૧૪૮ નામને વારી રે, દેવ તાહાર નામને વારી. (ટેક) કેશરી તીલક બને છબી કાંહાંના હાથમેં જળભરી જાહારી જળ જમનાને તીરે ઊભે, વાલે બ્રમચારી.
દેવ તાહાર... ૧ પણમાં જેણે પથર તારા, સેના [પાર] ઊતારી; સીતાને વાલીને લાવે, ને રાવણને [ઠાર] મારી.
દેવ તાહારાં.... ૨ કુરુષેત્રમાં જુધ મંડાણું, દલ મલું હે (? છે) ભારી; કૌરવનું નિકંદન વાલું, લીધા પાંડવ ઊગારી.
દેવ તાહાર ... ૩ મામાજીનું મૂળ જ કાહાડું, માશીને મારી; બ્રીજનારી-સું કીડા રે કીધી, ગોકુળ[માં] ગૌ ચારી.
દેવ તાહાર. ૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org