________________
પુરવન
શ્રી જિનશાસનના શ્રુતસાગરમાં ડૂબકી મારવા સંસ્કૃતપ્રાકૃતનો અભ્યાસ આવશ્યક છે. આથીજ વર્તમાનમાં સિદ્ધહેમશબ્દાનુશાસન આધારિત હૈમસંસ્કૃત પ્રવેશિકા ભા. ૧-૨-૩ નો અભ્યાસ શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘમાં ચાલી રહ્યો છે. “સંસ્કૃત ભાષામાં શબ્દ-ધાતુના રૂપોનું રટણ જેટલું વધારે તેટલો પાયો વધુ મજબૂત થાય....” આ પ્રાજ્ઞ અનુભવીઓનો નીચોડ છે.
પ્રથમ બુક કરી રહેલ.... પ્રાથમિક અભ્યાસુ શબ્દના રૂપોનો સ્વાધ્યાય કરી શકે તેમજ લઘુવયસ્ક બાલ અભ્યાસુને સીધાજરૂપો કંઠસ્થ કરાવી સંસ્કૃતમાં પ્રવેશ કરાવી શકાય તેવી શબ્દ રૂપાવલી હોવી જોઈએ.” તે વિચારનું બીજારોપણ પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ પાસે ચાલી રહેલ વ્યાકરણના અભ્યાસ સમયે થયેલ... બાલમુનિશ્રી અજિતચંદ્રસાગરજી મ.સા. ને શબ્દરૂપો કિંઠસ્થ કરાવવા પૂ. મુનિશ્રી ઋષભચંદ્રસાગરજી મ.સા.એ રૂપો લખીને તૈયાર કર્યા....! સર્વ અભ્યાસુઓને ઉપયોગી થાય એ શુભાશયે પુસ્તિકાનું સ્વરૂપ સર્જાયું છે. મુફાદિ શુદ્ધિ કરનાર પૂ. સા. પ્રશાંતયશાશ્રીજી મ.ની શ્રુતસેવાની અનુમોદના. ઇતર વ્યાકરણ અનુસાર અનેક શબ્દરૂપાવલી “રામો હરિજરી.” શ્લોકવાળી પ્રસિદ્ધ છે. પણ હૈમ સંસ્કૃત પ્રવેશિકા પ્રથમાને અનુસરતી આ પ્રથમજ રૂપાવલી છે, જે અભ્યાસુઓને પૂરક અંગ બની અભ્યાસની ગતિ વધે તેજ આ પુસ્તિકાની ફળશ્રુતિ છે.
3 ગણિ નયચંદ્રસાગર...
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org