________________
ગચ્છનાયકની આજ્ઞાથી શોધ્યા વિના કેઈએ વાંચવા નહિં. વળી
પ્રવચનપરીક્ષા” ગ્રંથ પણ ગચ્છનાયકની શાખે શોધ્યા વિના પેટે છે. તે ગ્રંથને હે વાંચશે, તે ગચ્છને મહેટે ઠપકે પામશે. ગચ્છનાયકે પણ હેને ખુલ્લી રીતે શિક્ષા કરવી, નહિં કે છાની.”
એ પ્રમાણેને પટે લખીને વિજયદેવસૂરિને બેલાવ્યા, અને હસ્તાક્ષર કરવા કહ્યું, પરંતુ તેઓ અચકાયા. હારે ગચ્છનાયકે કહ્યું:–“હુમે શામાટે આ પ્રમાણે તાણ કરે છે? અહે હમને કેટલીએક વખત એકાંતમાં કહ્યું, છતાં માનતા નથી. માટે હવે તે હમે જે સાબરમતને પક્ષ ખેંચશે, તે બીજે ગષ્ણપતિ સ્થાપતાં અમે લગારે વાર લગાડીશું નહિં.”
આ સાંભળતાની સાથે વિજયદેવસૂરિ ચમક્યા અને મનમાં લગાર પણ વિચાર કર્યા વિના ઝટ હસ્તાક્ષર કરી દીધા. તે પછી દરેક વાચક, પંડિતો અને સાધુઓનાં મતાં કરાવ્યાં. તદનન્તર ગચ્છનાયકે સિંહવિમલ, વરસાગર, કીર્તિવિજય અને કનકવિજયને બોલાવીને કહ્યું કે– હમે સાગરની પાસે જાઓ, અને સહીઓ કરાવે. અગર તેઓ સહીઓ ન કરે, તે જે કહે તે સાંભળીને પાછા આવે.” સાગરને દુરાગ્રહ.
તે પછી ચારે પંડિત સાગરની પાસે ગયા. હાં જઈને જહેવું હેમણે કહ્યું કે–આ પટામાં મતુ કરે.”હેવાજ તે એકદમ હેમની હામે છેડાઈ પડ્યા. ત્યારે તે પંડિતો સમજાવા લાગ્યા કે“જૂઓ, અભિમાન કરવું ઠીક નથી અને જહે આપણા ગચ્છનાયક છે, હેમનું વચન માનવું જોઈએ.”
સાગરે કહ્યું:–“ત્યારે શું મત કરીને અમે બેટા થઈએ ? અમે અમારા ગુરૂનું વચન છોડીને બીજા ગુરૂને કેમ ભજીશું ? અગર આ પટામાં મત કરીએ તો અમે અનંતસંસારી થઈએ, માટે અમારે તે મતાં કરવાં નથી.”
[ ૪૧ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org