________________
સ્થાન આપ્યું. વળી પાસમાંજ શાન્તિદાસના ઘરમાં પં૦ ભક્તિસાગર ઉતર્યા. હેમણે વળી એ દંભ ઉઠાવ્યો કે–તેઓ પોતે મોટા મોટા ઘરે ગોચરીના નિમિત્તે જવા લાગ્યા. અને લોકોના મનમાં પિતાના વિચારો-પિતાની વાસનાઓ ઘુસાડવા લાગ્યા. તેઓ કેને એ વૈરાગ્ય બતાવતા કે હેમનું દંભ કઈ જાણી શકતું નહિં, વળી તે વિજયદેવસૂરિને વધારે મળતા રહીને હેમને પણ અનેક વાતે ભરાવતા. આવા પ્રસંગમાં વળી એક નવું ટીંપળ નિકળ્યું.
દેવસાગરે નેમિસાગર વાચક ઉપર એક પત્ર લખેલે, તે કાગળ પકડાઈ ગયો. આ કાગળમાં લખ્યું હતું કે –
અહિં ઘણું દુશ્મને એકઠા થયા છે, તેઓ હમારી નિંદા કરે છે. વળી હેમણે ગુરૂને ( ગચ્છનાયકને) હળાહળ વિષ આપ્યું છે. તે સંપૂર્ણ રીતે વ્યાપી પણ ગયું છે. જે હૃમે કઈ પણ રીતે જલદી અહિં આવે, તે તે વિષ ઉતરી શકે. નહિં તે ગચ્છનાયક બહુ ગુસ્સે થયેલ છે. તે પ્રસન્ન થવાના નથી, હમે હેમના ઉપાસકેને હાથ કરી લેજે. અહિં તે બધાએ તન્મય થઈ ગયા છે. કેઈ હમારૂં નથી. શ્રીપાલ અને શાંતિદાસ આપણું થાય, અને નવાનગરને શેઠીયે હાથમાં આવે તે સારૂ છે. અહિં હું એકલું છું, પરતુ હને રહેવા દેશે નહિં અને મહારે કંઈ ઉપાય પણ નથી. માટે તાલપુટવિષ ઉતારવા માટે તે હમારે જ આવવાની જરૂર છે. મહારી આ વિનતિ વાંચવા છતાં પણ જે ૯મે ત્યહાં રહેશે તે બધી વાત બગડી જશે, અને પછી કંઈ ઉપાય ચાલશે નહિં.”
એ વિગેરે ઘણાં અસમંજસ વચને હેમાં લખ્યાં હતાં. આ કાગળ સંભળાવવા માટે બધાને એકઠા કર્યા, જહેમાં સાગરને પણ બોલાવ્યો.
દરેકની સમક્ષ કાગળ વાંચવામાં આવ્યું. દરેક પોતાના મનમાં અરે, આણે આ શું લખ્યું ? ગુરૂથી આ હિ!” એ પ્રમાણે
[ ૩૬ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org