________________
નાયક) ને જણાવી અને કહ્યું કે–એક અપૂર્વ ગ્રંથ હાથમાં આવ્યો છે અને તે ખાસ વાંચવા જેવો છે.”
ગુરૂએ કહ્યું:–“ઠીક.” એટલે તમામ સાધુઓને એકઠા કરવામાં આવ્યા. જહેમાં વિજયદેવસૂરિ, સેમવિજયવાચક, નંદિવિજયવાચક, પં૦ લાભવિજય, ૫૦ રામવિજય, પં. ચારિત્રવિજય અને પં. કીર્તિવિજય વિગેરે પણ હતા. ગુરૂના આદેશથી પંડિત લાભવિજયે તે પુસ્તક વાંચવું શરૂ કર્યું. દરેક ધ્યાન દઈને સાંભળવા લાગ્યા. વચમાં શ્રીવિજયસેનસૂરિએ કહ્યું કે-“આમાં તે ઘણું જ વિપરીત વૃત્તાંત દેખાય છે. આણે તે ઘણુ સિદ્ધાન્તો ઉત્થાપ્યા છે. જહે પાંચ બોલના મિચ્છાદુક્કડ દીધા હતા, હેને પણ ઉત્થાપતાં લગારે શંકા કરી નથી. અરે ! બાર બેલને ઉત્થાપતાં પણ ગુરૂને ભય રાખ્યું નથી. વધું શું કહેવું? વિજયદાનસૂરિને મિથ્યાત્વી ઠરાવ્યા, હીરવિજયસૂરિને અનંતસંસારી કહ્યા, તેમ કેટલાએક પૂર્વાચાર્યોને પણ અજ્ઞાની કહ્યા અને કેટલાએકને તે બિલકુલ ઉત્થાપ્યા. ખરેખર, આતે હળાહળ વિષપાન છે. માટે જલદી આ પુસ્તકને પાણીમાં ભેળી ઘો, લગારે વિલંબ ન કરે.”
બધા સાધુઓ પણ વિચાર કરવા લાગ્યા કે-“ઓહો, જુઓને, પાપીએ આપણને કેવા છેતર્યા છે? વળી આ પુસ્તકમાં સંવત્ પણ નાખ્યું નથી. હેણે ધાર્યું હશે કે-કાળાન્તરે લોકે આ પુસ્તકને પ્રાચીન સમજશે. ખરેખર સાગરેએ જિન આણાને ભંગ કર્યો છે. માટે આપણે લગાર પણ તે લોકેાને સંગ કરે જોઈએ નહિં.”
ગચ્છનાયકે કહ્યું –વાચકજી! હારા મનની એક વાત સાંભળે. હું જાણતો હતો કે-તે ઉત્તમ પુરૂષ છે. તેઓનું કેઈપણ સાધુ ભૂડું બેલી શકે જ નહિં, છતાં સેમવિજય જેવા ગુણવાન હેના અવગુણ કેમ બોલે છે ? આવી જહે હારા મનમાં બુદ્ધિ થઈ,
[ ૩૪ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org