________________
ઝાડ ઉપર ચઢી જાય, અને બીજા પણ ચઢી જાય, હારે એ બેમાં વિશેષ શું?”
હારે, જહેવી રીતે ઉપરની વાત સાચી નથી, હેવી રીતે સાગરના બોલવામાં પણ લગારે સત્યતા નથી. આ સાંભળી સાગરપક્ષીએને ખૂબ રસ ચઢી. દર્શનવિજ્યજીએ ગચ્છનાયકને કહ્યું કે –“અગર આપ કહેતા હો, તો હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિનાં વચને વિરૂદ્ધ મહારાથી હે કાંઈ બેલાયું હોય, હેને મિચ્છાદુક્કડ આપું.”
પરિણામે સાગરપક્ષવાળાઓની ઘણી લાજ ગઈ. તેઓ દીન થઈને એક સ્થાને બેઠા. આવા પ્રસંગમાં ખંભાતનો સંઘ ગચ્છનાયકને વાંદવા માટે આવ્યો.
આ સંઘને મુખ્ય સંઘવી સેમકરણે, શ્રીગચ્છનાયકને પ્રાથના કરી કે– આપના મુખથી અમે શ્રીહીરવિજયસૂરિના બારબેલ સાંભળવા ચાહીએ છીએ.” ગચ્છનાયકે, બારબેલ સંભળાવ્યા. આ બેલો સાંભળ્યા પછી શ્રાવકે કહ્યું:–“સાગરપક્ષવાળા આ પ્રમાણેનો અર્થ ન કરતાં વિપરીત અર્થ કેમ કરે છે?”
ગચ્છનાયકે કહ્યું – “હવે પછી જે વિપરીત અર્થ કરશે, તે સાગરે શિક્ષાને પાત્ર થશે.” આવાજ પ્રસંગમાં વળી ગંધારથી સાગરેની બૂમો પત્ર આવ્યું. આથી ગચ્છનાયકે સાગરને કહ્યું કે શા માટે આ પ્રમાણેનું તોફાન કરે છે ? હૂમે મર્યાદાથી રહો.”
એમ કહીને સાગર ઉપરથી ઓછુ મન કરી નાખી, હે. મને હાલાર (હલ્લાર) તરફ વિહાર કરાવ્યું. અને પોતે (ગચ્છનાયક) અમદાવાદમાં રહ્યા. અમદાવાદના સંઘે ગચ્છનાયકને પ્રાર્થના કરી કે—મારવાડમાંથી શ્રીમવિજય વાચકને તેડાવે.” ગચ્છનાયકે ઝટ તેઓને અમદાવાદ તેડાવ્યા. આ વખતે ગચ્છનાયક પાસે શ્રીવિજયદેવસૂરિ અને સેમવિયે વાચક વિગેરે હતા, વળી અહમદપુરથી નંદિવિજય વાચક પણ આવ્યા.
[ ૩૨]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org