SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વાળા છીએ, માટે આ વખતે અહારી લાજ રાખે. આપ ગચ્છનાયકને કહે, કે તેઓ દર્શનવિજયને શિખામણ આપે” વિજ્યદેવસૂરિ ગચ્છનાયક પાસે આવ્યા, અને એકાંતમાં કહેવા લાગ્યા કે –“નેમિસાગર એક મોટા પુરૂષ છે. આ વાતથી તેઓ દિલગીર થયા છે, માટે જે તેને આપ દિલાસે આપે, તે હેમના મનમાં ધીરતા રહેશે. આને માટે ઉપાય એજ છે કે-આપ દર્શનવિજયને શિખામણ આપો.” ગચ્છનાયકજીએ કહ્યું – “હેને વાંક શું છે, કે હું હેને શિખામણ-ઠપકો આપું. વાંક વિના મહારાથી કેમ કહી શકાય? અને ન્યાયની રીત જોતાં તે સાગરજ અન્યાય-ગુહે છે.” પાછું વિજયદેવસૂરિએ કહ્યું-ખેર, તો હેને મિચ્છાદુક્કડ દેવરાવે.” વિજયદેવસૂરિનું મન રાખવાની ખાતર ગચ્છનાયકે બધાને બોલાવ્યા અને દર્શનવિજયને સંબોધીને કહ્યું કે-“જે કે હમારે કાંઈપણ દોષ નથી, છતાં હારા ઉપદેશથી મિચ્છાદુક્કડ ઘો.” દર્શનવિજયજીએ કહ્યું:–“જે કે આપનું કહેવું શિવાહ્ય છે, પરંતુ જહેને વાંક નિશ્ચય થાય, તે મિચ્છાદુક્કડ દે.” ગચ્છનાયક બોલ્યા:-“વાંક શું બતાવું? ઊંટના શરીરમાં સીધું કયું અંગ દેખાય છે? આ વખતે ગચ્છનાયકે એક દષ્ટાન્ત આપ્યું કે–જહેમ છ સાત પિસ્તીઓ (અફીણના ડેડા પીવાવાળા) એકઠા થઈને આપસમાં વાત કરવા લાગ્યા. એકે કહ્યું -“પાણીમાં આગ લાગે, તે માછલી નાશીને કમ્હાં જાય?’ બીજાએ કહ્યું:–“નાશીને આકાશમાં જાય, અને પછી હારે આગ ઓલવાઈ જાય, ત્યહારે પાણી પાસે આવે.” વળી એકે કહ્યું - જમીન ઉપર આગ લાગે, ત્યહારે ભેંસ [૩૧] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy