________________
થઈ રહી. હેમાં જેહે સારા હતા, તેઓજ વેષ રાખી શક્યા. આ વખતે સૂરત અને ખંભાતમાં જહે હાકેમ હતા, તે દયાળુ થયા. એટલા માટે બીજાં બીજા સ્થાનેથી સાધુઓને બોલાવી લીધા. હેમાં નંદરબારથી નયવિજય પંન્યાસ, નેરથી ગુણવિજય પંડિત, અને ચેપડાથી મુનિ વિજયવાચકના શિષ્ય દર્શનવિજયવિગેરે સૂરત આવ્યા. તેથી સૂરતના શ્રાવકે બહુ ખુશી થયા. પરંતુ સાગરના મતવાળાઓને આ વાત ગમી નહિં. તેઓ નિસ્તેજ થઈ ગયા. હેમણે શ્રાવકેને કહ્યું કે– હમારે નવા આવેલા સાધુઓને અહિં રાખવા ન જોઈએ.” આ સાંભળીને વિજયના સાધુઓ આહાર કર્યા વિના વિહાર કરવાની તૈયારી કરવા લાગ્યા. આ વાત નાનજીદેસીએ જાણી. તે એકદમ સાગરપક્ષીય સાધુઓ પાસે આવ્યું, અને કહેવા લાગ્યું કે-“આ બધાઓને અહે બોલાવ્યા છે. માટે રાજ્ય તરફથી શાન્તિ થયા પછી જ તેઓ વિહાર કરશે.”
ભકિતસાગરે કહ્યું -“શ્રાવકજી! હૃમે એવી હઠ શામાટે કરે છે? અમે અહિં હેમને રહેવા નહિં દઈએ. હુમે કેવી રીતે હેમને રાખી શકશે?” પછી હેમણે પોતાના મતમાં મેળવેલા મ્હોટા વ્હોટા શ્રાવકને મેકલ્યા, પરંતુ નાનજીએ કેઈનું માન્યું નહિં. નાનાજીએ તો એજ કહ્યું કે–“આહાર અને વસ્ત્ર વાણીઆ આપે છે, તે પછી હમારે તાણવાની શી જરૂર છે? માટે અમે તે તેઓને અહિં રાખવાના જ.”
શ્રાવકનાં આ વચને સાંભળી બધા ચુપ થયા. પરંતુ સાગરપક્ષવાળાઓને તે વાત રૂચિ નહિં; બલિક સંઘના વિખરાઈ ગયા પછી તેઓ ખૂબ બોલવા લાગ્યા. સાગરના પક્ષવાળાઓ એજ વિચાર કરતા કે ગમે તે પ્રકારે પણ તેઓને હેરાન કરવા અને તેજ ઇરાદાથી તેઓ વાતવાતમાં મર્મની વાત કહી દેતા. છતાં વિજયપક્ષવાળા હેની ઉપેક્ષા જ કરતા. આટલું થતાં પણ જયારે તેઓ પાછળજ પડતા ગયા,
હારે હેમણે તે બધી વાત શ્રાવકને કહી દીધી, અને એ પણ કહ્યું કે–આ લેકે પોતાના એકાંત મતનું સ્થાપન કરે છે.'
[[૨૬]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org