SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયસૂરિનાં વચનની પ્રરૂપણ કરતા હતા. આથી ધર્મસાગરજીના અનુયાયી શ્રાવકેએ હેમની સાથે વાદ ઉઠાવ્યો. શ્રાવકે હીરવિજયસૂરિજીના બેલેને ઉથાપવામાં લગારે શંકા પણ ન કરવા લાગ્યા. આ વખતે સૂરતના સંઘમાં સૂરો હારે મુખ્ય હતું. તે સાગરજીના પક્ષનો હતો. હેનું સંઘમાં એટલું બધું ચાલતું હતું કે–તમામ લોક હેની આજ્ઞાને લોપતા નહિં. આ સંઘ હેની આગળ “હા” “હાજી’જ કરતે. આમ હતું છતાં, ગુરૂભક્ત મુનિયે તો સહન ન કરતાં જ બરાબર ઉત્તર આપતા. આમ કરતાં કરતાં કલેશ વધી પડ્યો. બન્ને પક્ષમાંથી એકે પક્ષવાળા લગારે સહન કરવા ન લાગ્યા. આ હકીકત ગુરૂ (સૂરિજી) પાસે ગઈ. ગુરૂને બન્ને ઉપર ગુસ્સે થયા. હેમણે ઝટ બન્ને પક્ષવાળાઓને શાન્ત થઈ જવા પત્ર લખ્યો. વળી એ પણ લખ્યું કે-સાધુ-શ્રાવકોએ અહિં વાંદવા માટે આવવું.” શ્રાવકોને શિખામણ આપી કહ્યું કે- “મુનિ સાથે આવાં તીખાં વચન શામાટે બેલે છે? જહે આરાધ્ય છે, હેની વિરાધના ન કરે, કારણકે ગુરૂવાણીને પી શકશો નહિં.' પં. કનકવિજયજીને કહ્યું કે-“શ્રાવકેથી શામાટે બેલીને દુઃખ ધારણ કરે છે.” હારે કનકવિજયજીએ કહ્યું –“મહારાજ! આ વૃત્તાન્ત બહુ મોટું છે. સુરતના સાગરના અનુયાયી શ્રાવકે બહુ બેલકા છે. તેઓ ગુરૂશ્રી હીરવિજયસૂરિજીને એવી તે ગાળો ભાંડે છે કે તે કોઈ પણ રીતે સહન થઈ શકે જ નહિં, હારૂં ચાલે તો હું બહુમાનપૂર્વક જ તેઓને શિખામણ આપું.” આ સાંભળી ગુરૂની રીસમાં ઘટાડો થયો અને તેમના ઉપર પાછી કૃપાદષ્ટિ કરી. તે પછીનું ચોમાસુ સૂરતમાં કરવા માટે કલ્યાણવિજય [૨૧] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy