________________
પ્રતિષ્ઠાનું કાર્ય થયા પછી સૂરિજી ત્યાંથી વિહાર કરી દેલવાડે પધાર્યા, અને ચોમાસું પણ ત્યહાંજ કર્યું.
અહિં પિતાના આયુષ્યના અવસાનનાં ચિહને જોઈને સૂરિ જીએ શ્રીવિજયસેનસૂરિને તેડાવા માટે સંઘને સૂચના કરી. સંઘે વિજયસેનસૂરિ ઉપર પત્ર લખી જણાવ્યું કે–સૂરિજીના શરીરની શક્તિ બહુ મંદ થઈ છે, માટે ગુરૂવંદન કરવા જલદી અહિં આવે. અર્થાત્ રસ્તે પડ્યા પછી જ પાણે વાપરવાનું પણ કામ કરશે.”
પત્ર પહોંચતાં મહિમનગર નગરથી સંઘની સમ્મતિપૂર્વક વિજયસેનસૂરિએ વિહાર કર્યો અને પાટણમાં આવીને પર્યુષણ પર્વ કર્યું. પર્યુષણ કરીને વિજયસેનસૂરિએ વિહાર કરવાની તૈયારી કરી, હેવામાં એક બીજે પત્ર હેમને મળે. આ પત્ર હીરવિજયસૂરિજીના કાળ કર્યા સંબંધીને હતે. હેની અંદર લખ્યું હતું કે-ભાદરવા સુદિ ૧૧ના દિવસે રાતની છ ઘડી જતાં અનશન કરી, નવકાર મંત્રના ધ્યાનપૂર્વક સૂરિજી સ્વર્ગે પધાર્યા છે.”
આ સમાચારથી વિજયસેનસૂરિએ આગળ વિહાર ન કર્યો, અને પાટણમાંજ ચોમાસું કર્યું. ચોમાસું ઉતરે સૂરિજીના ધૂમને વંદન કરવાના ઈરાદાએ પાટણથી વિહાર કર્યો અને શત્રુંજયની યાત્રા કરી, ઉના જઈ ઘણા શ્રાવક-શ્રાવિકાઓ સાથે ગુરૂસ્તંભને ભાવપૂર્વક વંદણું કરી અને અતઃકરણમાં ભાવવા લાગ્યા કે–ખરેખર હને હે કંઈ સુખ કે આલ્હાદ છે, તે બધો ગુરૂશ્રીહીરવિજયસૂરિનોજ પ્રસાદ છે.” તે પછી હીરવિજયસૂરિજીની પાસે જહે હે ગીતાર હતા, તેઓને પિતાની પાસે બોલાવીને સુખ-સંયમની વાર્તા પૂછી, અને હવિજયસૂરિએ શું હિતશિક્ષા આપી છે? તે પણ પૂછ્યું.
હીરવિજયસૂરિએ, સાધુઓને જહે હિતશિક્ષા આપી હતી, તે વિજયસેનસૂરિએ સાંભળી અને મનમાં ધારી પણ લીધી.
' [ ૧૮ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org