SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાન થયા. પરંતુ, એકજ ગુરૂની પાસે ત્રણે જણે અભ્યાસ કરવા છતાં કરમને આધીન થઈ મતિભેદથી ધર્મસાગરને તે વિપરીત પરિણમ્યું. આ વિષયમાં કવિએ આ ત્રણેની ફીરકદંબક ઉપાધ્યાયના શિષ્ય-નારદ, વસુ અને પરવતની સાથે સરખામણી કરી છે. ધર્મસાગરઉપાધ્યાયે “કમતિ કદાલ” નામનો એક ન ગ્રંથ બનાવી અભિનવ પંથ માંડવા પ્રયત્ન કર્યો. તેઓ પોતાનાં વખાણુ, અને બીજા પક્ષની નિંદા કરવા લાગ્યા. હેમના ગ્રંથમાં ધર્મથી ઘણું વિપરીતપણું જોવામાં આવ્યું. અને તેવી પ્રરૂપણ પણ કરવા લાગ્યા. આ વાતની હારે વિજયદાનસૂરિજીને માલૂમ પડી, ત્યારે હેમણે વીસલનગર આવીને, નગરના ઘણા લોકેની સાક્ષીએ તે ગ્રંથને પાણીમાં બોલાવી દીધો. ગુરૂ આજ્ઞાથી આ ગ્રંથ સૂરચંદ પંચાસે પાણીમાં બે હતે. - ગ્રંથને પાણીમાં બેન્યા ઉપરાંત પણ ધર્મસાગરજી પાસે એ પ્રમાણે લખાવી લીધું કે–આ ગ્રંથની પ્રરૂપણ કરવી નહિં, વિજયદાનસૂરિ કહે તે પ્રમાણે વર્તવું, અને હેમની આણ વિના જે કંઈ કહે, તે અપ્રમાણ છે.” શ્રીધર્મસાગર ગછ બહાર. આ પછી શ્રીધર્મસાગર અહમદાવાદમાં આવ્યા, અને મહેતા ગલાને પિતાના પક્ષમાં લઈ કરીને પાછી તે ગ્રંથની પ્રરૂપણ કરી. અને બીજા પણ કેટલાક શ્રાવકે રાગી કર્યા. આ વખતે રાજવિમલવાચક અહમદાવાદમાંજ હતા. હેમની પાસે આવીને ગલરાજ શ્રાવકે પૂછયું કે – હૂમે કઈ પ્રરૂપણાને માનો છો?” શ્રીરાજવિમલે કહ્યું – હે પ્રમાણે શ્રીવિજયદાનસૂરિ કહે છે, તે પ્રમાણે હું માનું છું.” ગલરાજે કહ્યું:-“હે પ્રમાણે શ્રીધર્મસાગરઉપાધ્યાય કહે છે, તે પ્રમાણે જે ન માનવું હોય, તે અહીંથી રવાના થાઓ” શ્રીરાજવિમલ ત્યાંથી વિદાય થયા, એટલે હેમની પાછળ ઘાતક લેકે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy