SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આ રાસના બીજા અધિકારમાં વિશેષ કરીને કવિએ વિજયાશૃંદસૂરિનું વૃત્તાન્ત આપ્યું છે. આ રાસ, કવિ પં. દર્શનવિજયે પોતે બરહાનપુરમાં લખેલી પ્રતિ ઉપરથી સંશોધિત કરવામાં આવ્યું છે. પ્રારંભમાં કવિએ તીર્થકર, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુને નમસ્કાર કર્યા પછી સુધર્માસ્વામીથી લઈ કરીને શ્રીવિજય સેનસૂરિ સુધીની પાટ પરંપરા બતાવી છે. રાસનાયક શ્રીવિજયતિલકસૂરિ, શ્રીવિજયસેનસૂરિની પાટે થયા છે. એમ બતાવ્યા પછી કવિએ આ રાસ રચવામાં પાંચ કારણે બતાવ્યાં છે?—૧ વિજયદાનસૂરિએ, શ્રીહીરવિજયસૂરિને પોતાની પાટે સ્થાપ્યા અને તે વખતે એક એ વચન કહ્યું કે જેને પદ આપ તેને “વિજયી ? યુક્ત નામ આપવું તે, ૨ શ્રીહીરવિજયસૂરિએ અકબરબાદશાહને પ્રતિબધી વિજય મેળવ્યતે. ૩ શ્રીવિજયસેનસૂરિએ ત્રણસે બ્રાહ્મણને જીતી વિજયતા પ્રાપ્ત કરી છે. ૪ શ્રીવિજયતિલકસૂરિ ગચ્છાધારી - વામાં વિજય પામ્યા છે. અને પ શ્રીધર્મસાગરઉપાધ્યાયે ગચ્છની પરંપર લેપી અને તેમની પક્ષમાં થયેલા ગ૭પતિ શ્રીવિજયદેવસૂરિને ઉત્થાપીને, શ્રીવિજયતિલકસૂરિપાટે આવ્યા અને પાટપરંપરા દીપાવીને વિજય પામ્યા છે. ત્યહાર પછી રાસનું વર્ણન આવી રીતે આપ્યું છે. જન્મસ્થાન. શ્રીવિજ્યતિલકસૂરિ ગુજરાત દેશમાં આવેલા વીસલનગરના રહીશ હતા. આ વખતે વીસલનગરની જાહોજલાલી અપૂર્વ હતી. ૧ શ્રીવિજયદાનસુરિ પછી, જહેને પદ આપવું તેને “વિજ્ય” યુકત આપવું, આ નિયમ થવામાં કારણ આ બન્યું હતું -“એક વખત શ્રીવિજયદાનસૂરિને, સ્વપ્નમાં આવીને શ્રીમણિભદ્રયક્ષે કહ્યું કે હમારે વિશાખાએ પાટ સ્થાપન કરે અને મહારા નામ પૈકીનો એક અક્ષર લઈને નામ આપવું. હમારા ગચ્છમાં કુશલપણું કરીશ. અને ગપાટ વિજયવંત થશે.” ૪૧ પાનાની પટ્ટાવલી. [ 2 ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy