________________
છે. પરિણામે સૂબાની સમક્ષ બ્રાહ્મણ અધ્યક્ષ રાખીને ચર્ચા થાય છે, હેમાં સાગર જહા પડે છે અને વિજયદેવરિ સાચા ઠરે છે.
આ ચર્ચા કહારે થઈ–કઈ સાલમાં થઈ ? તે આ પત્રમાં જણાવવામાં આવ્યું નથી. માત્ર ચર્ચા થઈ ગયા પછી ચૈત્ર સુદિ ૮ ના દિવસે વિજયદેવરિએ સુરતથી વિજાપુર તરફ વિહાર કર્યાનું જણાવ્યું છે. પરંતુ મેઘવિજય ઉપાધ્યાયની પટ્ટાવલીમાં આ ચર્ચા સં. ૧૬૮૭ માં થયાનું જણાવ્યું છે. આ ઉપરથી એ અનુમાન થાય છે કે શાન્તિદાસ શેઠેસં.૧૯૮૬માં રાજસાગરસૂરિને આચાર્યપદ આપી હારે સાગરમ ચલાવ્યો, વહારે વિજયદેવસૂરિનો સંબંધ સાગરોથી સર્વથા છૂટી ગયો હતો, એ વાત આપણે પહેલાં પણ જોઈ ગયા છીએ. અને તે પછી તુર્તમાંજ સૂરતમાં આ ચર્ચા થઇ હોય, એ બનવાજોગ છે. નિદાન, આખી ચર્ચાને નિષ્કર્ષ કાઢીએ તે એજ નીકળે છે કે-સં. ૧૬૮૧ માં વિજયાનંદસૂરિ સાથે વિજયદેવસૂરિને મેળ થયો હતો, પણ સં. ૧૬૮૫ માં તે બન્ને જુદા પડ્યા; એટલે આણદસુરગચ્છ અને દેવસુરગ૭ એમ બે શાખાઓ ચાલી; અને સં. ૧૬૮૫ માં સાગથી વિજયદેવસૂરિ જુદા પડતાં સં. ૧૬૮૬ માં શાનિદાસ શેઠે રાજસાગરસૂરિથી સાબરમત ચલાવ્યું, એમ કમનસીબે એકજ તપાગચ્છમાં ત્રણ શાખાઓ ચાલવા લાગી. આખી ચર્ચાનું આજ પરિણામ જોઈ શકાય છે.
પ્રાન્ત–બની તેટલી સાવધાનતાપૂર્વક બન્ને બાજુઓ તપાસવા સાથે તે પૂજ્ય પુરૂષો પ્રત્યે એકસરખી પૂજ્ય બુદ્ધિ રાખીને જ આ અવલોકન લખ્યું છે, છતાં છદ્મસ્થભાવે અક્ષર માત્ર પણ અનુચિત કે અસમંજસ લખાય હાય તો તે બદલ શુદ્ધ અંતઃકરણથી મિથ્યા દુષ્કૃત ઇચ્છી આ અવકનને અહિંજ સમાસ કરું છું. છે શાન્તિઃ
ધૂળિયા (ખાનદેશ) દુબળી આઠમ, વીર સં. ૨૪૪૭
વિદ્યાવિજય.
--
©––
૩૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org