SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તાના આશયમાં તેઓ કહાં સુધી સાચા છે, એજ નિહાળવાનું છે અને એટલાજ માટે આ અવકન બાધદષ્ટિએ કર્યું છે. રાસમાં વર્ણવેલી ચર્ચા યદ્યપિ શરૂઆતમાં શાસ્ત્રીય ચર્ચા હતી, પરંતુ ધીરે ધીરે તે ચર્ચા અંગતરૂપ પકડતી ગઈ અને પરિણામ જેનસમાજને માટે નહિં અવાજોગ આવેલું જોવાય છે અને એ ખરું જ છે કેકેઇપણ વિષયમાં મમત્વે ચઢયા પછી વસ્તુસ્થિતિ ભૂલાયા સિવાય રહેતી નથી; અને વસ્તુસ્થિતિ ભૂલ્યા પછી પોતાના પગ ઉપર કુહાડે પડે છે કે કેમ ? એ પણ જઈ શકાતું નથી. દૃષ્ટાન્ત તરીકે જહે વખતે ભાનુચંદ્રજી માંડવમાં જહાંગીર બાદશાહને આ કલેશ સંબંધી બધી માહિતી આપે છે, તે વખતે કહે છે – “આપના પિતાજીની પાસે હીરવિજયસૂરિ આવ્યા હતા, તે પછી વિજ્યસેનસૂરિ થયા; તેમણે “મેહવશ થી વિજયદેવસૂરિને આચાર્યપદ આપ્યું.” (જૂઓ, રાસસાર પૃ. ૭૪) અહિં ભાનચંદ્રજી જેવા અસાધારણ ગુરૂભક્ત વિજયસેનસૂરિને માટે એમ કહે કે તેમણે “મેહવશ થી આચાર્યપદ આપ્યું હતું, એ શું બતાવે છે? વિજયદેવસૂરિ પ્રત્યે બાદશાહની અરૂચિ ઉત્પન્ન કરાવવા જતાં પિતાના પરમપૂજ્ય ગુરૂ ઉપર પણ આ આક્ષેપ થાય છે, એ ખ્યાલ રહી શકે નહિં. એટલે આવી તકરારમાં આવા બનાવે જરૂર બને છે, જો કે એ કબૂલ છે કેઅહિં ભાનચંદ્રજીને રસ્તીભાર પણ ઈરાદે વિજ્યસેનસૂરિ ઉપર આક્ષેપ કરવાનો હોત. પ્રસ્તુત ચર્ચાને અંગે બન્ને પક્ષના જહે કંઈ પ્રથા અને બીજા પત્રો વિગેરે સાધનો મળ્યાં, હેના આધારે આ અવલોકન લખવામાં આવ્યું છે, જહેમાંના કેટલાક ગ્રંથ અને પત્રોના હવાલે પ્રસંગે પ્રસંગે આપવામાં આવ્યો છે. તે ઉપરાન્ત ખાસ એક પત્ર ભાવનગરના, મુનિરાજશ્રી ભક્તિવિજયજીના ભંડારમાં છે, તે આ ચર્ચાને લગતાજ હોઈ તે અક્ષરક્ષઃ પરિશિષ્ટ ઘ તરીકે આની અંતે આપવામાં આવ્યો છે. આ પત્ર સૂરતમાં થયેલી ચર્ચાની હકીકતને પૂરી પાડે છે. આ ચર્ચામાં ખાસ એક વિશેષતા છે. અને તે એ કે સૂરતના સૂબા માજ રમલિકની સમક્ષ થયેલી આ ચર્ચામાં વિજયદેવસૂરિ સાગરની વિરૂદ્ધ પક્ષમાં ઉભેલા છે. સાગરે ધર્મસાગરજીના ગ્રંથની વિજયદેવસૂરિ પાસે સાચે કરાવી આપવાની ફરિયાદ કરે છે. શાન્તિદાસ શેઠ સૂબાને લાલચ આપે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy