________________
૪ આ એકતા, ઉપર આપેલા પટ્ટાવલીના ઉતારા પ્રમાણે સં. ૧૬૮૨ માં નહિ, પરંતુ ૧૬૮૧ના પ્રથમ ચૈત્ર સુદિ ૯ ના દિવસે થઈ હતી.
ઉપરની સધિ-એક્તા એ જૈન સમાજના સદ્દભાગ્યની નિશાની હતી, પરંતુ એ સદ્દભાગ્યની નિશાની લાંબો સમય ટકી શકી નહિ..
આ પ્રમાણે સંધિ એકતા થવા છતાં અને વિજયાનંદસરિ, હેમની– વિજયદેવસૂરિની-આજ્ઞા લઈને જ દરેક કાર્ય કરવા છતાં, રાસકારના કથન પ્રમાણે, વિજયદેવસૂરિ આંતરિક વિરૂદ્ધતા દૂર કરી શક્યા હતા, એનાં અનેક પ્રમાણે રાસકાર આપે છે. કહેવાં કે-ખામણુને ભેદભાવ, બધાએ ના પાડવા છતાં પદસ્થાપના કરી તે, સુરતમાં વિજયાનંદસૂરિ ચોમાસુ રહેલા હોવા છતાં નવસારીથી પ્રોતિવિબુધને ચોમાસામાં જ સૂરત મોકલી જુદુ વ્યાખ્યાન કરાવ્યું તે, શિહીમાં વિજયતિલકસૂરિના સ્તૂપને વંદન કરતા લોકોને અટ કાવ્યા છે, અને કેરવાડામાં મેઘછશેઠને ત્યાં પ્રતિષ્ઠા માટે વિજયાનંદસૂરિને આજ્ઞા આપવાની મંજૂરી લેવા ગયેલા માણસને રોકી રાખ્યા છે, એ વિગેરે કારણે આગળ કરે છે. જે કે છેવટે કેરવાડામાં મેઘછશેઠે કરાવેલી પ્રતિષ્ઠા તે વિજયાનંદસૂરિએ ફાગણ વદિ ૪ના દિવસે કરી જ દીધી હતી. - વિજયાનંદસૂરિએ કરવાડામાં કરેલી પ્રતિષ્ઠાઓ પૈકીના ૮ શિલાલેખો આચાર્ય મહારાજશ્રીના લેખસંગ્રહમાં છે. તે બધા એકજ તિથિના-સં. ૧૬૮૩ ના ફા. વ. ૪ શનિવારના છે. આ લેખમાં વિજયાનંદસૂરિએ હીરવિજયસુરિ–વિજયસેનસૂરિ વિજયદેવસૂરિ–વિજયતિલકસૂરિ-વિજયાનંદસૂરિ એ પ્રમાણે પરંપરા આપી છે. વિજયાનંદસૂરિની સરળતાનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે. વિજયદેવસૂરિએ અંદરખાનેથી ભિન્નતા રાખવા છતાં, વિજયાનંદસૂરિએ પરંપરામાં હેમનું નામ આપવું છેડયું નથી.
તે પછી હારે ખુલ્લી રીતે એમ જણાયું કે–વિજયદેવસૂરિ વિભેદજ રાખે છે; ત્યારે વિજયાનંદસૂરિના નામથી જાદા પટા કાઢવા શરૂ થયા.
“જૈન સાહિત્ય સંશોધક” માં પ્રકટ થયેલી વીરવંશાવળી માં વિજ્યાનંદસૂરિના વૃત્તાન્તમાં લખવામાં આવ્યું છે કે
“ પુનઃ સં. ૧૬૮૫ વર્ષ અણહિલપટનિ શ્રી વિજયાનંદસૂરી થકી સ્પટ કરીને શ્રી વિજયદેવસૂરી ગભેદ કરી સાગરને ગછ માહિ લઈને દેવસૂરી જુદા હયા, ૨ ગઈ હયા અણહિલ પત્તનિ.”
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org