SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ खर्यारोहणपूर्वकं कथनतः सूरित्वमुहालितं गच्छो रासभिको ह्यसाविति जने प्राप प्रसिद्धिं ततः"॥२॥ અર્થાત–જહાંગીરે નવીન સ્થિતિ (ગુપ્ત રીતે નવીન આચાર્ય સ્થાપવામાં આવ્યા તે) સાંભળીને ઈદ નામના પર્વમાં ગધાડા ઉપર બેસાડીને આચાર્ય પદ ઉત્થાપન કર્યું. અને તે દિવસથી તે ગચ્છ, “રાસબિકગચ્છ” કહેવાયો. આગળ ચાલતાં તેજ લેખક લખે છે – " एवं कृते सर्वत्र लोके अतीववचनीयतां प्राप्तेऽपि लब्बालेशमपि नाधिजग्मिवान् । किंतु पुनरपि तथा प्रावर्त्तत, यथा साहिसभायां चतुर्मासिमध्येऽपि गमनमापतितं । तत्रापि तत् पक्षो ललाटे आग्नेयचिह्नकरणादिना धिकृत्य दूरीकृतः। श्रीमद्विजयदेवसूरयस्तु तथाविधसौम्यदर्शनवीक्षणात् लोकोत्तरगुणप्रकर्षात् यथोचितवाग्वैभवाश्च परितुष्टेन गुणज्ञप्रष्ठेन न्यायनिष्ठेन साहिना वचनातिगमहत्त्वास्पदं चक्रिरे । तद्यथा: सर्व प्रत्युतसद्गुरोः समभवत् तेजः परिस्फूर्तये तुर - यज्जांगीरमहातपेति बिरुदं दत्त्वा स्वयं पश्यता । निर्घोषेषु पतत्सु वाद्यनिवहै। संप्रापिताः स्वाश्रये किं चित्रं यदि वर्द्धतेऽग्निपतनात् स्वर्णे क्रमाद् वर्णिका" ॥३॥ લેખકના ઉપયુક્ત કથનમાં રહે અનુચિત શબ્દોના પ્રયોગો કરવામાં આવ્યા છે, તે જહેમ અશ્રદ્ધેય છે, તેમ નહિં ઈચ્છવા યોગ્ય પણ છે. આચાર્યને ગધાડા પર બેસાડી આચાર્યપદ ઉત્થાપવું અને કપાળમાં અગ્નિનું ચિહ્ન કરવા પૂર્વક દૂર કરવા, એ કઈ રીતે માની શકાય તેવી હકીકત નથી. હા, બાદશાહના તેડાવવાથી ચોમાસામાં વિહાર કરવાની અને વિજયદેવસૂરિને, હેમના ગુણેથી આકર્ષાઈ બાદશાહે જે માન આપ્યું, એ હકીકત બેશક શ્રદ્ધેય છે. જે કેબાદશાહ પાસે જનારા સાધુઓએ ગુજરાતથી કહારે વિહાર કર્યો હતો, એ કંઇ જણાવવામાં આવ્યું નથી; પરન્તુ એટલું તો ખરું જ કે બાદશાહ પાસે ગયા પછી અને બાદશાહે આ તકરાર સાંભળી ફેંસલો આપ્યા પછી થોડા જ સમયમાં હાં માંડવમાંજ નેમિસાગરને સ્વર્ગવાસ થયો હતો.નેમિસાગરે કાળકર્યો કાતિક Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy