SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અહિં એક વિચારવા જેવી બાબત ઉભી થાય છે. આપણે પહેલાં જોઈ ગયા છીએ કે-વિજયસેનસૂરિએ સં. ૧૬૭૨ ના જેઠ વદિ ૧૧ ના દિવસે કાળ કર્યો હતો. હારે રાસકાર લખે છે કે-ચાર ઉપાધ્યાયએ સં. ૧૬૭૨ ના વૈશાખ સુદિ ૧૩ ના દિવસે વિજયદેવસૂરિ સાથેનો સંબંધ બંધ કર્યાના દરેક ગામે પત્રો લખ્યા.’ એ કેમ બની શકે ? વૈશાખ મહીનામાં વિજયસેનસૂરિ વિદ્યમાન હતા. તે વખતે ચાર ઉપાધ્યાય તહેવી રીતનો ઠરાવ કરે અને પત્ર લખે, એ સંભવિત જણાતું નથી. બનવાજોગ છે કે કદાચ રાસકારે મહીનો લખવામાં ભૂલ કરી હોય. અસ્તુ, આટલું થવા છતાં પણ વિજયપક્ષના ઉપાધ્યાયોએ અને અમદાવાદ વિગેરે ગામોના સંએ વિજ્યદેવસૂરિને મનાવવાનો પ્રયત્ન તો પડતે હેતજ મૂક્યો. સેમવિજયજી અને બીજાઓ કોઈપણ રીતે વિજયદેવસૂરિને સમજાવવાના પ્રયત્ન કરતાજ રહ્યા હતા. એ રાસ ઉપરથી જોવાય છે. ત્યહાં સુધી કે સાધુઓને મોકલી મોકલીને અને બીજી લાગવગો પહોંચાડીને પણ સમજાવવાના પ્રયત્ન કર્યા હતા. એટલું જ શા માટે ? મુકરબખાન, અબદુલ્લાખાન અને એવા બીજા રાજ્યાધિકારીઓને પોતાના પક્ષમાં લઈ તેઓને હેરાન કરવાના પ્રયત્નો પણ કરી ચૂક્યા હતા, છેવટે હારે તેઓ પોતાના તમામ પ્રયત્નોમાં સર્વથા નિષ્ફળ નિવડયા, હારે હેમણે નવા આચાર્યની સ્થાપના કરી હતી. આ પ્રસંગે એક ખાસ બાબત તરફ વાચકોનું ધ્યાન ખેંચવું જરૂરનું સમજુ છું. ગચ્છનાયક વિજયસેનસૂરિનો સ્વર્ગવાસ થયા પછી અને વિજયદેવસૂરિએ સાગરેનો પક્ષ લીધા પછી સામા પક્ષમાં જે કોઈ આગેવાન હતા, તે સેમવિજયજી ઉપાધ્યાય હતા. રાસમાં આપેલા હેમના પ્રસંગે ઉપરથી એ સમજવું લગારે મુશ્કેલી ભરેલું નથી કે–તે સમયે ચાલેલા આ વિખવાદને અંગે વિજ્યપક્ષ તરફથી ખાસ સેમવિજયજીએ આગેવાની ભર્યો ભાગ લીધો હતા. હારે બીજા પક્ષના આગેવાન નેમિસાગર અને ભકિતસાગરજી હતા. આપણે જોઈ ગયા છીએ કે સિમવિજયજીએ સાગરની પ્રરૂપણની અસર નહિં થવા દેવા માટે “છત્રીસ લ” કાઢયા હતા, હેવીજ રીતે સાગરપક્ષીય ભકિતસાગરે પણ એક લાંબે પત્ર સેમવિજયજી ઉપર સં. ૧૬૭૨ ના કાર્તિક સુદિ ૧૪ ની મિતિએ લખ્યો હતો, અને હેમાં હેમણે સેમવિજયજીને ૧૮ પ્રશ્નો પૂછી કેટલીક બાબતોની ચૅલેજ આપી હતી. આ ૧૮બોલ (પ્રશ્નો) ની બે હસ્તલિખિત પ્રતો પૂજ્યપાદ પરમગુરૂ આચાર્ય શ્રીવિજયધર્મસૂરી ૨૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy