SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ ઉપરથી @ય છે કે આ પ્રમાણે સાગરોએ પટામાં સહી નહિં કરવાથી અને વિજયદેવસૂરિએ પણ સહી કરવા અગાઉ કેટલીક રકઝક કરવાથી વિજયસેનસૂરિની ઈચ્છા બીજા આચાર્ય સ્થાપવાની થઈ હતી, પરન્તુ, કવિના કથન પ્રમાણે એટલી ઉતાવળ નહિં કરવાની સલાહ સેમવિજયજી ઉપાધ્યાયે આપી હતી. અને ગચ્છનાયક પિતાના હાથે બીજા આચાર્ય સ્થાપે, તે અગાઉ તો હેમનો-આવિજયસેનસૂરિનો ખંભાતની પાસેના અકબરપુરમાં સ્વર્ગવાસ થયો હતો. ગચ્છનાયકના સ્વર્ગવાસનો પ્રસંગ જે અધિકારમાં કવિએ આલેખે છે, તે ખાસ ચોંકાવનારે છે. વિજયસેનસૂરિ ખંભાત આવતાં સેજિત્રે આવ્યા, ત્યહાંસુધી હેમની તબીયતમાં કંઈ પણ વિકૃતિ થઈ હતી. અહિંથી ઘણું સાધુઓને ખંભાત મોકલી દીધા. (સાથે કેટલા સાધુ હતા, તે કંઈ જણાવ્યું નથી. પણ ધીરકમલનું નામ જરૂર આપ્યું છે) કવિ કહે છે કે “આહાર કરતાં જેહવું કેવલી જાણઈ તેહ રે; પાસઈ ધીરકમલ હુતા સાગરવાસિત તેહરે.” ૬૬ અહિંથી આહાર કર્યા પછી હેમણે વિહાર કર્યો, ત્યાંથી નારગામના બગીચામાં આવી આંબાના વૃક્ષ નીચે પાણી વાપરવાને બેઠા. હાં હેમને ઉલટી થઈ; અને પ્રકૃતિ બગડી. કવિ, ઉપરના કથનમાં ધીરકમલ પ્રત્યે જે શંકા લઈ જાય છે, તે ઉઘાડી પડે છે. પરંતુ આ શંકામાં કહાં સુધી સત્ય સમાએલું છે, તે કહી શકાય નહિં. ધીરકમલ પોતાના વિરોધી પક્ષના હતા, તે પછી તેઓને ગચ્છનાયક સાથેજ કેમ રાખતે ? જેમ બીજા સાધુઓને આગળ મેલી દીધા હતા, તેમ શું તેઓને નહિં મેકલિત ? અથવા નહિં મોકલ્યા, તો તેનું શું કારણ હતું ? વળી અહિં ગચ્છનાયકની સાથે ધીરકમલ એકલા જ નહિં હતા, પં. કીર્તિવિજ્યજી પણ હતા. એમ કવિ આગળ જતાં કબૂલ કરે છે. અસ્તુ, આ વિષયમાં વધુ ઉતરવાની જરૂર નથી. ગચ્છનાયકની આ બગડેલી પ્રકૃતિ નજ સુધરી અને હાથી ઝેળીમાં ઉપાડી ખંભાતની પાસેના અકબરપુરમાં આવતાંની સાથે જ હેમનો સ્વર્ગવાસ થયા. સં. ૧૬૭૨ ના ૪ વદિ ૧૧. કવિ કહે છે કે અંત સમયમાં પણ ગચ્છનાયકે પિતાની બીજા આચાર્ય સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, અને જલદી બીજા આચાર્ય સ્થાપવાની ભલામણ કરી હતી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy