________________
ધર્મસાગરજીને કઈ ગ્રંથ પાણીમાં બોળવા માટે વિજયસેનસૂરિએ નેમિસાગરજીની સમ્મતિ માગી, ત્યારે તેઓ વ્યાવ્રતટી ન્યાય પ્રમાણે ગૂંચવાડામાં પડી વિજયદેવસૂરિની પાસે ગયા અને હારે હેમણે હેમની સલાહ માગી, ત્યારે હેમણે એ કહ્યું કે
“તમારે લગારે ચિંતા ન કરવી, હું તમારા પક્ષમાં થઈ જઇશ. ગુરૂને (ગચ્છનાયક-વિજયસેનસૂરિને) ઘડપણ આવ્યું છે, બહુ તો તેઓ એકબે વર્ષ જીવશે. પછીથી હમારી પ્રરૂપણાને આપણે ફેલાવીશું.”(જૂઓ-રાસસાર પૃ.૩૮)
આ પ્રમાણેના પણ શબ્દ હેમણે કહ્યા હશે કે કેમ ? તે એક વિચારણીય વાત છે. બેશક, એમાં તે બે મત છેજ નહિં, કે-ગમે તે કારણે પણ વિજયદેવસૂરિ સાગરના પક્ષમાં થઈ ગયા હતા, અને આગળ જતાં તે લગભગ તે પક્ષનું નાયકપણું જ હેમણે લીધું હતું, એમ કહીએ તો પણ કંઈ અત્યુકિત નથી.
પ્રસ્તુત સમયમાં વિજયદેવસૂરિ સાગરના પક્ષમાં ભળ્યાનો બનાવ જહેમ નોંધવા લાયક છે, તેમ વિજયસેનસૂરિએ સં. ૧૬૭૧ ના વૈશાખ સુદ ૩ ના દિવસે અમદાવાદમાં સાગરના તમામ ગ્રંથો અપ્રમાણુ સંબંધી હે પટે લખે, તે પણ ધ્યાન ખેંચનારાજ છે. કવિએ આપેલા વૃત્તાન્ત ઉપરથી સ્પષ્ટ જોવાય છે કે–તે વખતના આગેવાન સાગર–નેમિસાગર વિગેરેને લાગવગવાળા માણસે અને સંઘ દ્વારા ઘણું ઘણું સમજાવવા છતાં હેમણે તે પટ્ટામાં સહીઓ નજ કરી. અને એ રીતે તપાગચ્છમાં ભાગલા પડવાની શરૂઆત પહેલ વહેલાં થઈ. જે કે-હીરવિજયસૂરિના સમય સુધી પટાઓ અને આજ્ઞાપત્રે અનેક વખત લખાયાં, પરંતુ તેમાં સાગરે પણ સહીઓ કરતા હતા, પરન્તુ ગચ્છનાયકે લખેલા પટામાં સહીઓ નહિ કરવાની સાગરેએ શરૂઆત અહિંથી કરી. આજ વર્ણન પર્રિાગરિવાર માં પણ આપવામાં આવ્યું છે. તે ઉપરથી તે એમ પણ જણાય છે કે નેમિસાગર અને ભક્તિસાગરે આ પટામાં સહીઓ હૈતી કરી, એટલું જ નહિં, પરંતુ હેમણે જવાબ આપે હતો કે –“ આ પટે અમને સંમત છેજ નહિં. અમે તે ગ્રંથ પ્રમાણભૂત કરી આપવાને તૈયાર છીએ. તમે અપ્રમાણ શા આધારે કહે છે ?” પરંતુ પરિણામમાં તો નેમિસાગર અને ભકિતસાગરને તે જ વર્ષમાં (સં. ૧૬૭૧ માં) ગચ્છ બહાર કર્યા હતા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org