________________
સમયમાં ધર્મસાગરજ એક હતા, કે જહેઓ પૂર જેસમાં ચાલતા ખરતરગચ્છ અને કટ્રકમત વિગેરે મતની હામે થઈ હેમને પરાસ્ત કરવામાં સૌથી આગેવાની ભર્યો ભાગ લીધો હતો. હીરવિજયસૂરિ હેમની આ અતુલિત શક્તિને સંપૂર્ણ રીતે જાણતા હતા, અને તેઓ એમ પણ સમજતા હતા કેઆવી મહાન શકિતશાળી વ્યક્તિથી ગચ્છની શોભા જ છે. અને એવા સંપૂર્ણ વિચારપૂર્વકજ ભીર હૃદયથી સૂરિજીએ પિતાની વિદ્યમાનતા દરમીયાન શાન્તિપૂર્વક કામ ચલાવ્યું હતું.
હવે આપણે હીરવિજયસૂરિના પછીને સમય તપાસીએ અને તે સમયમાં બનેલા રાસકારે વર્ણવેલા બનાવનું નિરીક્ષણ કરીએ. ૧૬પર થી ૭૨
રાસકારના જણાવ્યા પ્રમાણે આ સમયમાં ધમાધમ વધારે થઈ હોય, તેમ જણાય છે. ધર્મસાગરજી, કે જેઓ ખાસ એક પક્ષના નાયકજ હતા, બધે હેમની શ્રદ્ધાના લીધેજ તપાગચ્છમાં મતભેદ પડ્યો હતો, હેમના સ્વર્ગવાસ પછી તે કલેશનો પણ અંતજ આવા જોઈતો હતો; પરંતુ બન્યું તેથી ઉલટુજ. જહે કલેશ ચક્કસ મર્યાદામાં હતો, એટલી મતભિન્નતા-વિરૂદ્ધતા હોવા છતાં ન્હાના મોટાની મર્યાદાઓ જળવાતી હતી, હેમાં મહટે ભાગે પરિવર્તન થઈ ગયું. કલેશની મર્યાદા આગળ વધી અને ન્હાના મોટાની મર્યાદાઓનો પણ ભંગ થવા લાગ્યો. આ સમયમાં જહે કંઈ કલેશકર બનાવો બન્યાનું ચસકાર જણાવે છે, હેમાંના ખાસ બનાવા સુરતમાંજ બન્યા હતા. સૂરતના કેટલાક કલેશપ્રિય શ્રાવકે એક બીજાના પક્ષમાં પડી ગયા અને પિતાનાથી વિરૂદ્ધ પક્ષના સાધુઓને, મર્યાદાનું ઉલ્લંઘન કરી અપમાન કરવા લાગ્યા હતા. રાસકારે સૂરતમાં ઉઠેલી ખટપટનું જે વર્ણન કર્યું છે, એ ઉપરથી એટલું તો જોવાય છે કે–તે વખતે સરતમાં શ્રાવકાને મોટો ભાગ ખાસ કરીને આગેવાન શ્રાવકે સાગરેના અનુયાયી થઈ ગયા હતા અને તેઓ સામાપક્ષના સાધુઓનું અપમાન કરતા હતા. જો કે આથી કવિએ સાગરપક્ષના શ્રાવકોને “ બહુલકા”નું વિશેષણ આપ્યું છે, પરંતુ એ વિશેષણ બન્ને પક્ષના શ્રાવકોને લાગુ પડતું હોવું જોઈએ. સરતના સંધની એવી સ્થિતિના લીધે જ તે વખતે ગચ્છનાયકને સુરતના સંધ ઉપર પાંચ બેલનો પટો અને એક વખત સખ્ત પત્ર લખ પડેલે જણાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org