________________
આ સેર ગુરૂ હીરકઈ હરિ કર્યો વિચાર, કુમત રૂપ સાયર વલી પામ્ય બહુ વિસ્તાર. ૩૧ તર્ણ છતર તારા વલી કાઢઈ મેટા ચંદ; રવિ આથમતઈ બાપડા માંડ મોટો ફંદ. ૩૨ વઈરી વિઘન વિષ વેલડી કલેશ રેગ વસદેવ; વ્યરૂઉ ક્રોધ સમાવીઈ ઊપજતે તતખેવ. ૩૩ તેણુઈ કારણિ ગુરૂ હીરજ કી ગહન વિચાર, કુમત કદાગ્રહ ટાલવા ભાખઈ બોલજ બાર.” ૩૪
આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તે વખતે ચાલી રહેલી ધમાધમ-ધાંધલ સમાવી દેવાને માટે જ આ બારઓલને પટ બહાર પાડ્યો હતો. આ બારબોલ સં. ૧૬૪૬ ના પોષ વદિ ૧૩ ના દિવસે પાટણમાં બહાર પાડ્યા હતા, એમ ઉષભદાસ કવિ કહે છે. આ બારબોલ ઉપર જહેમ બીજા ગીતાર્થોએ મતાં કર્યાં હતાં, તેમ ધર્મસાગરજીએ પણ કર્યું હતું.
- ત્રીજો બનાવ ભદુઆ આદિ બાવન શ્રાવકને સંઘ બહાર કર્યા સંબંધી છે. આ સંધ બહાર કર્યાની ક્રિયા અમદાવાદમાં શાન્તિચંદ્રજીએ કરી હતી. એમ રાસકાર જણાવે છે. ભદુઆની સાથે બીજા કેને કાને સંઘ બહાર કર્યા હતા તે જણાવવામાં આવ્યું નથી. એ વાત તો ખરીજ કે ભદુઓ શ્રાવક એ ધર્મસાગરજીનો અનુયાયી હતો. કવિ સિંહવિજયજીએ સારવાવની માં આ ભદુઆ શ્રાવકને પ્રસંગ આમ ઉલેખે છે – “ એ ઓગણીસઈ પ્રથમ પ્રવાડે પગે લાગીનઈ પઈડા, ભઆ મતમાંડિઉ છઠતાલઈ આપ રૂપિં થઈ બેઠા. ૨૫
બીજી વાર વલી કો બે ભદઆને મત ભાગો, મિચ્છાદુક્કડ જમી ષમાવી ચરણ હીરનઈ લાગે.” ૨૭
હે વખતે શાન્તિચંદ્રજીએ આ ભદૂઆ આદિ શ્રાવકોને સંધ બહાર, 'કર્યા, તેજ વખત ધર્મસાગરજીએ સભા સમક્ષ પાંચ બાબતનો મિચ્છામિ દુક્કડ દીધે એમ કવિ કથે છે. આ બનાવ સં. ૧૬૪૮ માં બન્યાનું કવિ જણાવે છે;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org