________________
તકરારી વિષયનું વર્ણન લખે, વ્હારે તે પોતાના પક્ષનો વિજય પ્રત્યેક પ્રસંગમાં બતાવે, એમાં કંઈ નવાઈ નથી. એક તટસ્થ લેખક પાસેથી જે સત્ય આપણે મેળવી શકીએ, તે એક પક્ષકાર પાસેથી નજ મેળવી શકીએ; અને કુદરતી નિયમ પ્રમાણે તેનું એ કર્તવ્ય ક્ષન્તવ્યજ ગણવું જોઈએ. હા, જહેઓ તે સમયના ઇતિહાસમાંથી તે વર્ણનોમાંથી સત્ય તારવી કાઢવાની જિજ્ઞાસા ધરાવતા હોય, હેમની ફરજ છે કે-હેમણે બંને પક્ષકાર તરફથી લખાએલાં પુસ્તકે અને મળતાં સાધને પ્રાપ્ત કરી યથાતથ્ય હકીક્ત મેળવવા અથવા ચો ઈતિહાસ તારવી કાઢવા પ્રયત્ન કરવો જોઈએ.
આટલું બાહ્ય અવલોકન કર્યા પછી હવે આપણે રાસાન્તર્ગત વિષયોનું યૂલરીત્યા અવલોકન કરીશું. સાધને.
રાસાન્તર્ગત વિષયો–બનાવનું અવલોકન કરવામાં આ રાસ ઉપરાન્ત બીજું પણ કેટલાંક સાધને પ્રાપ્ત થયાં છે. જહેવાં કનેમિસાગર નિર્વાણ રાસ, રાજસાગરસૂરિ રાસ, પ્રરૂપણા વિચાર, ષત્રિશન્જલ્પવિચાર, બાર બેલનો રાસ, વીરવંશાવલી (જેનસાહિત્યસંશોધક અંક. ૩ માં પ્રકટ થએલ), કેરવાડાના શિલાલેખો, કલ્પકૌમુદી, પ્રવચનપરીક્ષા, મહાવીરવિજ્ઞપ્તિધાત્રિશિકા, સર્વશતકબાલાવબોધ, સહમ કુલરત્નપાવલી –વિગેરે ઉપરાન્ત કેટલાંક છૂટક પાનાંઓ. પટ્ટાઓ અને પત્ર પણ મળેલ છે, કે હે રાસમાં વર્ણન વેલા વિષયને સ્પષ્ટ કરવામાં ઘણું ઉપયોગી નિવડેલ છે. મહારા આ હવે પછીના રાસાન્તર્ગત વિષયોના અવેલેકનમાં જ હે હે પ્રસંગના અન્યાન્ય પૂરાવાઓ પ્રાપ્ત થયા છે તેનો ઉલ્લેખ કરવાની યથાયોગ્ય ચેષ્ટા કરીશ. જહેથી કરીને વાચકને તે તે વિષયને સમજવાની સુગમતા થઇ પડે. વિષયાવલોકન.
રાસાન્તર્ગત વિષયોનુંબનાવેનું ધૂલરીયા અવલોકન કરવામાં સમયના વિભાગો પાડવા વધારે ઉપયોગી થઈ પડશે. કારણ કે-તેમ કરવાથી એ સહજ સમજી શકાશે કે-ક્યા અને કેના સમયમાં કેવા બનાવો બનવા પામ્યા હતા. સં. ૧૬૧૬ થી રર.
આ સમયમાં તપાગચ્છના નાયક આચાર્યવિજયદાનસૂરિ હતા. આ ગન્નાયકના વખતમાંજ જૈન સમાજના કમભાગ્યે તપાગચ્છ રૂપી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org