________________
આશીવાદ રૂપ થાય છે, એ મારું નમ્ર પરન્તુ દમન્તવ્ય છે–તે તે સમયની જહે પરિસ્થિતિઓ આવા ઇતિહાસમાંથી પ્રાપ્ત થાય છે, તે, કેવળ એક બીજાની સ્તુતિઓ અને તારીખોની ભરમારોમાંથી નથી પ્રાપ્ત થતી. બેશક, એ વાત ખરી છે કે-આવા ઈતિહાસમાંથી–આવા વિષયોમાંથી સત્ય વસ્તુ તે જ માણસો તારવી શકે કે જહેઓ કોઈપણ જાતના પક્ષપાત કે દૃષ્ટિરાગથી દૂર હોય. ચોક્કસ પક્ષને પકડી રાખી આવા વિષયનું અવલોકન કરનાર યથાતથ્ય સત્યને ન શોધી શકે, એ બનવા જોગ છે, પરંતુ એટલું તો દરેકે કબૂલ કરવું જોઈએ કે-આવા વિષયના ઇતિહાસ, ઇતિહાસ દષ્ટિએ જરૂર ઉપયોગીજ છે.
કવિએ જહે વિષયને પ્રધાનપદ આપી આ રાસમાં વર્ણવ્યું છે, તે વિષયને એટલે બધે સ્કુટ કરી બતાવ્યું છે, કે હેના માટે ભાગ્યેજ કોઈને શક આવી શકે. ચર્ચાને કેઈપણ પ્રસંગ, કેવા સંજોગોમાં ઉભે થયે હેમાં કઈ કઈ વ્યક્તિઓએ ભાગ લીધે ? ક્યાં તે પ્રસંગ બન્યો ? એ બધું બતાવવા ઉપરાન્ત તે તે પ્રસંગ બન્યાના ઘણે ભાગે સંવતે અને તિથિઓ આપવાની પણ ખામી રાખી નથી. જહેમ એક માણસ એક્કસ કાર્યને માટે મુકરર કર્યો હોય, અને તે, તે કાર્યના પ્રત્યેક સમયના પ્રત્યેક બનાવને નોંધી લે, એવુંજ કવિએ આ રાસમાં વર્ણવેલા વિષયના સંબંધમાં પણ બન્યું હોય, એમ સ્પષ્ટ ભાસ થાય છે. કોઈપણ બનાવને આટલા બધા સ્પષ્ટ આકારમાં કાણું આલેખી શકે ? આને જવાબ એટલેજ છે કે–જહેણે તે તે બનાવો સ્વયં જોયા હોય તે, અથવા સ્વય જોનારની પાસેથી અક્ષરશઃ સાંભળી લીધા હોય તે.” કહેવાનો કંઈજ આવશ્યક્તા નથી કે-આ રાસનાં ઘણાં ખરાં પૃષ્ઠોમાં દશનવિજયનું નામ વખતો વખત વંચાય છે અથવા બીજા શબ્દોમાં કહું તાઝગડાના ઘણા ખરા પ્રસંગોમાં જાહે દર્શનવિજયજી દર્શન દે છે, તેજ દર્શનવિજયજી આ રાસના કર્તા છે. જાતિ અનુભવનું વર્ણન લખનાર આવું સુંદર–સ્પષ્ટ રૂપે વર્ણન લખે, એમાં કંઈ નવાઈ જેવું નથી.
આ પ્રસંગે એક બાબતનો ખુલાસે કરવો જરૂરનો છે, અને તે એકેરાસમાં વર્ણવેલા વિષયોના વિવેચનોમાં કેટલેક સ્થળે અતિશયોક્તિ અને કેટલેક સ્થળે અસંભવિત વાતોનું પણ સંભવિતપણું, અને તે ઉપરાન્ત તમામ પ્રસં. ગોમાં એકજ પક્ષનો-વિજયપક્ષનોજ વિજય બતાવી સાગરપક્ષને નિંદવામાં આવ્યો છે. એનું કારણ માત્ર એટલું જ છે કે-રાસકાર પોતે તે પક્ષના (વિજયપક્ષના) હતા, અને એતો દેખીતું જ છે કે એક પક્ષકાર પિતે હારે કોઈપણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org