________________
આપણે સારાને માટેજ આપસમાં મેળ કર્યો હતો, પરંતુ વિજયદેવસૂરિએ પોતાની ટેવ છેડી નથી, અને તે ટેવને આધીન થઈ પાછી ભિન્નતા કરી નાખી છે. હવે અમારે હેમની સાથે સંબંધ રાખવાની કંઈ જરૂર નથી. આપજ અમારા નાથ છે–ગચ્છપતિ છે, આપ હવે તે કપટીની સાથે જરાપણ સંબંધ રાખશે નહિં. કુદરતને કાયદે છે કે ગમે તેટલા સાબુથી ધોવા છતાં કાગડે ધોળા થતા નથી.”
આને ઉત્તર આપતાં વિજયાનંદસૂરિએ ગંભીરતાથી કહ્યું– ભાઈઓ, ગમે હેવું પણ તેનું વચન માન્ય રાખીને કામ ચલાવવું, એ શ્રેયસ્કર છે. અંદર અંદર ભિન્નતા કરવામાં કંઈ ફાયદો નથી. ભલે તે તેનું ધાર્યું કરે.”
સંઘે કહ્યું–“નહિં સાહેબ, હવે ઘણું થયું છે. એમની સાથે હવે અમારાથી સંબંધ રાખી શકાય તેમ છેજ નહિં. જહેણે હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિની નિંદા કરવામાં બાકી રાખી નથી, જહેણે મીઠાં મીઠાં વચને કહીને આપની સહદયતાને દુરૂપયેગ કર્યો છે, જહે પોતાનું છેલ્લું પાળતા નથી, હેનાથી હવે કઈ જાતની આશા રાખવી નકામીજ છે, માટે અમારે તો આપજ ગ૭પતિ છે.”
બસ, એમ નક્કી કરી વિજયાનંદસૂરિના નામથી ઠેકાણે ઠેકાણે પટા લખવામાં આવ્યા, હેમાં લખવામાં આવ્યું કે “વિજયદેવસૂરિની સાથે ધર્મની હીલણ ન થાય, એમ ધારીને મેળ કરવામાં આવ્યું હતે; પરન્તુ હેમણે છોકરાની રસ્મત જેવું કર્યું છે. તેઓએ લખેલા લેખથી વિરૂદ્ધ વર્તન કર્યું છે, માટે તેમની સાથે સંબંધ બંધ કરવામાં આવે છે.” રાજનગર, અને ખંભાતમાં તે સંબંધી ઠરાવ થયો. સૂરત અને બુરાનપુરમાં દર્શનવિજયજીએ ઠરાવે કરાવ્યા. શિવપુર, નડુલાઈ અને જાહેરમાં મેહા જલે નાતના જોરથી ઠરાવો કરાવ્યા. એ પ્રમાણે બધે ઠરાવ થતાં બધા સંઘે વિજ્યાનંદસૂરિની આજ્ઞાને માનનારા થઈ ગયા. વિજયદેવસૂરિથી બધો સંઘ આ પ્રમાણે જુદો પડતાં હેમને
[ ક૨]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org