SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ બી વાળ્યું. વગર કારણે હેમના માસામાં આવવાથી શાસનની હેલણા થઈ. આમ છતાં પણ વિજયાનંદસૂરિ મનમાં કંઈપણ લાવ્યા નહિં. અને જહેમનું તેમ ચાલવા દીધું, પણ શ્રાવકોએ આ વાત ઉપેક્ષિત નહીં ગણી. સૂરતના સંઘે અમદાવાદ અને ખંભાતના સંઘને લખ્યું. તેમ આચાર્ય વિજયદેવસૂરિને પણ લખી બધી હકીક્ત જણાવી. વિજયદેવસૂરિએ લખી જણાવ્યું કે –“સકારણ એમ કરવું પડ્યું છે–શ્રાવકે સાગરમાં ન ચાલ્યા જાય એટલા માટે તેમ કર્યું છે.” આ જવાબ વાંચી સંઘે વિચાર કર્યો કે મેળ જાણીને આ કર્યું છે, પરંતુ તે ઠીક થયું નથી. આગળ આવી રીતે કેમ ચાલી શકે? માટે પહેલાં જેવું હતું તેમજ આપણે તે ચાલવા દેવું.” આ હકીક્ત ગુરૂને (વિજયાનંદસૂરીને) જણાવતાં સૂરિજીએ કહ્યું –કંઈ નહીં, તે જહેમ કહે તેમ કર્યા કરે અને તે જહેમ કરે તેમ કરવા દ્યો આપણે કોઈ જાતને ભેદ કરવો નથી.” આચાર્યશ્રીની આ સરળતા મહાનુભાવપણું જોઈને શ્રાવક શ્રાવિકાએ ચક્તિ થઈ ગયાં અને મુક્ત કંઠે ગુરૂજીની પ્રશંસા કરવા લાગ્યાં. યૂભવંદનને નિષેધ. બીજી તરફ વિજયદેવસૂરિ શિહીમાં ચોમાસુ રહ્યા હતા, હેની પાસે જ વિજયતિલકસૂરિને શૂભ હતું, તેને વંદન કરવાને ઘણું શ્રાવક શ્રાવિકાઓ અને મુનિઓ જતા હતા, તેઓને વિજયદેવસૂરિએ નિષેધ કર્યો અને કહ્યું કે–“મારા રાજ્યમાં હમારે શૂભને વંદન કરવા જવું નહીં.” આ ગામમાં મેહાજલ નામને એક ધાર્મિક શ્રાવક રહેતું હતું. હે સૂરિજીને કહ્યું–મહારાજ ! વીરની પરંપરામાં હીરવિજયસૂરિ વિગેરે ઘણાએ આચાર્યો થઈ ગયા છે, પરંતુ કેઈએ શૂભને વંદન કરવાનો નિષેધ કર્યો નથી અને આપ [ ૯] ૧ર For Private & Personal Use Only Jain Education International 2010_05 www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy