________________
ગુરૂ આગળ વધી “વરિઆવ’ આવ્યા. ભરૂચને સંઘ પણ સાથે જ હતે. વખારીઆ સંઘ પણ અહિં આવ્યું. દેસી સેમા, પ્રેમજી વિગેરે પણ આવ્યા. તેમણે કહ્યું-આપની સમક્ષ અમે સુરતના સંઘે એકત્ર થઈ જઈએ. ગુરૂએ કહ્યું “હાં આવ્યા પછી સૌ સારૂં થશે.” પછી શુભ મુહૂર્ત સૂરિજીએ સુરતમાં પ્રવેશ કર્યો. સૂરિજીના પ્રવેશ વખતે અંગપૂજામાં પાંચશો મુદ્દાઓની ઉપજ થઈ. એ વ્યાખ્યાને.
ત્રીજા દિવસે વખારિઓ સંઘ આચાર્યશ્રી પાસે આવ્યો. હે વંદણ કરીને સૂરિજીને પૂછ્યું કે–“હવે શું ઉપાય કરે?” સૂરિજીએ કહ્યું–શા સંબંધી ?” સંઘે કહ્યું – જે તે લોકોની ઈચ્છા થાય તે બધા એક થઈ જઈએ.' સૂરિજીએ કહ્યું “હવે ભેગા થવામાં બાકી રહ્યું છે શું? ગુરૂ એક છે, અને હેમની જ આજ્ઞા માનવામાં આવે છે, તે પછી વાંધો શો છે? વખારિઆ સંઘે કહ્યું–
મહારાજ તે શ્રાવકો વિજયતિલકસૂરિના ગુણ ગાય છે, તે હવે ન ગાય, એમ તમે હેમને સૂચવો.' સૂરિજીએ કહ્યું–‘અમને હેમને ઉપકાર છે, માટે તેમનું નામ ન લેવું-ગુણ ન ગાવા, એ કેમ અને ? એમ કરવાથી તે સ્વામીદ્રોહપણું થાય.” મ્હારે સૂરિજીએ આવો ઉત્તર આપે, હારે હેમણે બીજી યુક્તિ કાઢી. તેમણે કહ્યું* ત્યારે એમ કરે કેન્દ્રવિજયતિલકસૂરિ અને વિજયદેવસૂરિ એ બનેનાં વખાણ કરવાં નહિં.” સૂરિજીએ ચોખું સંભળાવ્યું કે – એવું કોઈ દિવસ બની શકે નહિં. ”
સૂરિજીને આ ઉત્તર સાંભળીને વખારિઓ સંઘ આવ્યું હતું તેમ ચાલતો થયો.
બીજી તરફ નવસારીથી પ્રીતિવિબુધ નામના સાધુને બોલાવ્યા. ચોમાસામાં તેઓ ત્રણ હેાટી નદિઓ વહાણ દ્વારા ઉલંઘી અશાડ વદિ સાતમે બાર ગાઉની મજલ કરી સૂરત આવ્યા અને હેમણે બીજા ઉપાશ્રયમાં મુકામ કરી જુદું વ્યાખ્યાન કરી મતભેદનું
[ ૮૮ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org