________________
વળી કેઈએ એક બીજાની સાથે રાગદ્વેષ રાખ નહિં અને મર્યાદા પ્રમાણે એક બીજાની સાથે વંદન વ્યવહાર ચાલુ રાખો અને જેને જે પદવીઓ છે કે જેમની તેમ કાયમ રાખવી.”
વિજયદેવસૂરિએ પોતાના હાથે આ લેખ લખ્યું. વિજયાનંદસૂરિએ લખ્યું કે—“ જે ગુરૂવચન લેપવામાં નહિ આવે તેજ તમારી આજ્ઞા બધા પાળશે.” રંગમાં ભંગ.
બીજી તરફ શાન્તિદાસ શેઠને વ્હારે આ વાતની ખબર પડી, મ્હારે તેઓ આવીને કહેવા લાગ્યા કે—એમની સાથે સંધી કરવી સારી નથી. તેમના મલીન મનને તમે જાણી શક્યા નથી. આ મેળાપ હુને તે દુઃખકારી લાગે છે. વિજ્યાનંદસૂરિએ કહ્યું કે – નહીં નહીં, અમારા મનમાં કંઈ રેષ નથી. માત્ર હૃદયમાં જે બેટી પ્રરૂપણ હતી તે જ આ બધા કલેશનું કારણ હતું અને તે નીકળી ગયા પછી ફ્લેશ રહેજ શાનો?”
એ પ્રમાણે અધિક ચિત્ર મહીનાની નોમના દિવસે સંઘવીને ઉપાશ્રયે આ પ્રમાણે બધા મળી ગયા. તે પછી વિજયદેવસૂરિની પાસેના મોટા સાધુઓ સંઘની સાથે કાળુપુર ગયા. હાં વિજયાનંદસૂરિને વંદન કરી વિનતિ કરવા લાગ્યા કે–આપ શહેરમાં પધારે અને હવે બને (આપ અને વિજયદેવસૂરિ) સાથે રહો. સંઘે કરેલા હેટા સામૈયા પૂર્વક તેઓ શહેરમાં આવ્યા. વિજયદેવસૂરિને વંદણ કરી. કલેશ મટી ગયે. એવામાં એક મોટું વિન આવ્યું. શાન્તિદાસ શેઠે
હાંની કચેરીમાં હુકમ મેળવી સાધુઓને પકડાવવા માટે કેટલાક પિલીને ઉપાશ્રયે મોકલ્યા. તેઓ “મા” પકડે’ કરતા ઉપાશ્રયે આવ્યા. પરંતુ સારે નસીબે ઉપાશ્રયમાંથી સાધુએ નીકળી ગયા અને શાહ નાનજીના ઘરમાં બે દિવસ રહી તેઓ ઈહિર તરફ રવાના થઈ ગયા. વિજયદેવસૂરિ, વિજયાનંદસૂરિ અને તેમના કેટલાક સાધુએ ઈડરમ જઈ પહોંચ્યા. હવે તો બધા એકત્ર થયેલા હેવાથી એક બીજા ન્હાના મહેતાની મર્યાદા પ્રમાણે વિનયભાવથી રહેવા લાગ્યા.
[ ૮૫ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org