SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ કે–તે બધાને ગચ્છથી બહાર કરવા, અને સાબરમતને પ્રચાર કર.” એ પ્રમાણે આપસ આપસમાં હેટ વિખવાદ ઉભે થયે અને સાગરમતવાળા ઉન્માદ કરવા લાગ્યા. વિજયદેવસૂરિના સાધુઓ વિજયદેવસૂરિને કહેવા લાગ્યા કે- ત્વમે ગચ્છને છિન્ન ભિન્ન કરી નાખે. હવે સમુદાય ઠેકાણે કેમ રહી શકશે?” ચારિત્રવિજય વાચક વિગેરે દૃઢચિત થયા, અને તેઓ સાગરપક્ષથી લગારે ડરવા ન લાગ્યા. આથી શાંન્તિદાસશેઠ ખૂબ ગુસ્સે થયા, અને તેઓ વ્યાખ્યાનમાં આવીને સભા વચ્ચે ખૂબ જોર જોરથી કહેવા લાગ્યા કે-“નવસંઘાડા ગચ્છ બહાર કરવામાં આવે છે”, વળી તેઓને વાંદે હેમને સેગન પણ દીધા. તે પછી કેટલાક સાધુઓએ વિજયદેવસૂરિને એકાંતમાં ખૂબ ટાઢા બોલ સંભળાવ્યા. અને કહ્યું કે –“જે હૃમે સાગરનું અનુસરણ કરશે, તે હમારે દહાડે માઠે આવશે. હમારે એકલા ફરવું પડશે, અને કેઈ માનશે પણ નહિં. અને અમે વિજયાનંદસૂરિને માનીશું. ” વિજયદેવસૂરિએ વિચાર કર્યો કે—હારૂં વિચાર્યું મનમાં રહી જશે, અને જહેમ પહેલાં સાત વાચકે રીસાઈને હને મૂકી અલગ થઈ ગયા, તેમ વળી આ અલગ થઈને બેસશે તે શું ફાયદે? એમ વિચારી વિજયદેવસૂરિએ કહ્યું—“ઠીક છે આપણે એક પટે લખીએ, અને તે પ્રમાણે વર્તવાને આપણે બધા તૈયાર રહીએ.”તે પછી બધાઓને ખુશી કરવાને એક પટે લખ્યું, અને તેમાં લખ્યું કે–સર્વજ્ઞ શતક ગ્રંથ અપ્રમાણ છે.” આ પેટા ઉપર હારે સાગરેએ મતાં કરવાની ના પાડી, મ્હારે સૂરિજીએ સાગરને ગચ્છ બહાર કર્યા. આથી શાન્તિદાસ શેઠ વિજયદેવસૂરિથી અલગ થયા, અને તેમને મકાનથી પણ બહાર કાઢયા. છેવટે વિજયદેવસૂરિએ વિજયાનંદસૂરિની સાથે સંધી કરવાને મનમાં નિશ્ચય કર્યો. એ આચાર્યોની એકતા. | વિજયદેવસૂરિએ વિચાર કર્યો કે–સાગર મારું લીલું કરે તેવા નથી. તેઓની કપટપટુતાથી હું અત્યાર સુધી તેમની પાછળ તણો. [ ૮૩ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy