________________
તે ચારે શેઠીયાઓએ વિયદેવસૂરિને ઉપરની હકીક્ત લખી જણવી. હેના જવાબમાં વિજયદેવસૂરિએ લખ્યું કે-“હેમારૂં કહેલું કાણુ અવગણે તેમ છે?” આ પત્ર મ્હારે અમદાવાદ આવ્યા વ્હારે તે વાંચીને સંઘ સાક્ષી થયે. પછી પત્ર લખીને મેળ કરી લીધે, છતાં કપટથી હેમણે (વિજ્યદેવસૂરિએ) હૃદયને ભેદ કાલ્યો નહિ. મેળ કર્યા પછી પણ ગચ્છભેટવાનું પોતાનું આન્દોલન તેમણે ઓછું નજ કર્યું. દર્શનવિજય બુરાનપુરમાં
હવે અમદાવાદમાં સેમવિજ્ય વાચકની પાસે મેઘવિય, નંદિવિજય અને ધર્મવિજય એ ત્રણ વાચકે રહ્યા. બીજી તરફ ખંભાતથી દર્શનવિજયજીએ બુરાનપુર જવા માટે વિહાર કર્યો. હેમણે જંબુસરમાં આવીને હીરવચનને અનુસારે મતાં કરાવ્યાં. તેમ ભરૂચ અને સૂરતમાં પણ કરાવ્યાં. વધુમાં સૂરતમાં નાનજી દેસીએ હેમને કહ્યું કે “જે વિજયદેવસૂરિ હમારી ઈર્ષ્યા કરશે, તે અમારું આખુ કુટુંબ આપની જ આજ્ઞા પ્રમાણે વર્તવાને તૈયાર છે. અમે જહેમ ચાર બંધુઓની જોડી છીએ તેમ હૃમને પાંચમાજ ગણીશું, અમે હમારે નિર્વાહ કરીશું, તે માટે હમારે લગારે ડરવું નહિ; ત્વમે ખુશીથી બુરાનપુર પધારે અને હીરસૂરિનાં વચનને પ્રચાર કરે. અહિં પૂજા દેસીના મનમાન્યાં ત્રણ મતાં લઈને પછી દર્શનવિજય આગળ વધ્યા. તેઓ ખાનદેશમાં નંદરબાર વિગેરે થઈ બુરહાનપુર પહોંચ્યા.
અહિં આવીને હેમણે વિજયરાજ વાચકને વંદણ કરી અને હેમને બધી હકીક્ત સંભળાવી દીધી. આ વખતે જસસાગર હેમની સાથે હતા. હેને માંડેલાથી દૂર કર્યા. હારે સંઘે એકત્ર મળીને હેમને વિનતિ કરી કે “આપ કૃપા કરીને હેને પાસે બેસાડે, અને સઘનું કહ્યું માને.” પછી દર્શનવિજયજીએ સંઘને કહ્યું
[૬૪]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org