SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ - - - છે. - - - - - - - - - Gર રોક * છે . આથી TI DID : * * IjI]".. . rrr ** .- આણંદવિમલસૂરિ–રાસ. વિક્રમની સેળમી શતાબ્દિમાં થઈ ગએલ હેમવિમલસૂરિના પટેાધર આણંદવિમલસૂરિના ચરિત્રને ઉદ્દેશી વિજયદાનસૂરિના અનુયાયી વાસણ નામના કવિએ આ રાસ રચે છે. ૧ હેમવિમલસૂરિ એઓ સુમતિસાધુસૂરિની પાટપર થયા હતા. હેમને જન્મ મારવાડના વડગામમાં સં. ૧૫૨૨ માં થયો હતો. તેમના પિતાનું નામ ગંગારાજ હતું અને માતાનું નામ હતું ગંગારાણું. હેમની દીક્ષા સં. ૧૫૩૮ માં થઈ હતી. મૂલનામ હતું હાદકુમાર અને દીક્ષાનું નામ રાખ્યું હેમધર્મ. ગુજરાતમાં આવેલા પંચલાસ ગામમાં શ્રીમાલી વંશીય પાતુએ કરેલા ઉત્સવપૂર્વક સંવત ૧૫૪૮ માં હેમની આચાર્ય પદવી થઈ હતી અને હેમનું હેમલવિમલસૂરિ નામ સ્થાપવામાં આવ્યું હતું, સં. ૧૫૫૬ માં હેમણે દિયોદ્ધાર કર્યો હતો. તે પછી ઈડરના રહીશ સાયર અને શ્રીપાલે હેમનો પદમહોત્સવ કર્યો હતે. રાયભાણે પણ આ મહોત્સવમાં ભાગ લીધો હતા. સં. ૧૫૬૮ માં તેમનો સ્વર્ગવાસ થયો હતો. ૨ વિજયદાનસૂરિ. હેમને જન્મ સં. ૧૫૫૩ માં જામલામાં થયો હતો. આ ગામ ગુજરાતમાં આવેલા હિમ્મતનગરથી ઉત્તરમાં ૬ માઈલ ઉપર આવેલું છે. પિતાનું નામ ભાવડ હતું અને માતાનું નામ હતું ભરમાદે. મુલ નામ લક્ષ્મણ હતું. સં. ૧૫૬૨ માં હેમણે દાનહષની પાસે દીક્ષા લીધી હતી. નામ ઉદયધમ રાખવામાં આવ્યું હતું. હેમનામાં સારી ગ્યતા જોઈ આનંદવિમલસૂરિએ હેમના ગુરૂપાસે હેમની માગણી કરી હતી, માગણુને સ્વીકાર કરતાં દાનહ એવી શરત રાખી હતી કે–પાટપર સ્થાપન કરતાં તેમનું કંઈ નામ રાખવું. સં. ૧૫૮૭ માં શીરાહીમાં હેમને આચાર્યપદ આપ્યું, ત્યારે હેમનું વિજયદાનસુરિ એવું નામ રાખવામાં આવ્યું. સં. ૧૬૨૨ ના વિશાખ સુદિ ૧૨ ના દિવસે પાટણની પાસે આવેલા વડાવલી ગામમાં તેમને વર્ગવાસ થયે હતો. તેઓ બહુ ત્યાગી હતા. છ%, અમ વિગેરે તપસ્યાઓ ( ૯ ). Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy