________________
ભેટ કરવાને લાવ્યો છું.” બાદશાહે હેમાંથી બહુ ખુશી થઈ એક રૂપિયે લીધો અને બાકીનું બધું મંત્રીને પાછું આપ્યું. ત્યહાંથી ઉઠી મંત્રી જહાંગીરના મહેલમાં આવ્યું અને ત્યહાં પણ ભેટ કરી.
એ પ્રમાણે મંત્રી કર્મચંદે પિતાના જીવનમાં અનેક શુભ કાર્યો દ્વારા શાસનની પ્રભાવના કરી.
અન્તમાં–કવિ આ પ્રબંધ રશ્માને સંવત્ ૧૬૫૫ મહા વદિ ૧૦ અનુરાધાગ–બતાવી રાસ પૂરો કરે છે.
કવિ સમયસુંદરજી ના શિષ્ય હતા, એ સંબંધી આસકરણના શિષ્ય આલમચંદે સં. ૧૮૨૨ ના માગસર સુદિ જ ના દિવસે બનાવેલ સમકિતકૌમુદી ચતુષ્પદીની પ્રશસ્તિની નીચેની કડિયે સારો પ્રકાશ પાડે છે.
“યુગવર શ્રીજિનચંદસુરીંદા ખરતરગચ્છ દિશૃંદાજી; રીહડગોત્ર પ્રસિદ્ધ કલંદા સદ્દગુરૂ સુજસ લહંદાજી. ઈશું. ૧૧ પ્રથમ શિષ્ય તસુ મહા વૈરાગી જિણ મમતા સહુ ત્યાગીજી; સકલચંદજી સકલ સોભાગી સમતા ચિત્તશું જાગીજી ઈણ. ૧૨ તાસુ સસ પરગટ જગ માંહિ સહૂ કોઈ ચિત્ત ચાહેજી; પાઠક પદવીધર ઉછાહૈ સમયસુંદરજી કહાહૈ.” ઇણ. ૧૩
આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તેઓ જિનચંદ્રસૂરિના પ્રશિષ્ય અને સકલચંદજીના શિષ્ય થતા હતા. (મહારી પાસેના પ્રશસ્તિસંગ્રહમાંથી).
()
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org