________________
આપવામાં આવ્યું. અને હેમનું (માનસિંહનું) જિનસિંહ નામ રાખવામાં આવ્યું. બાદશાહે, આ શુભ કાર્યના ઉપલક્ષમાં ખંભાતના બંદર ઉપર એક વર્ષ સુધી કઈ મગર કે માછલિયે ન મારે એ હુકમ બહાર પાડયું. તેમ લાહોરમાં પણ એક દિવસ કેઈપણુ જીવની હિંસા નહિં કરવાની આજ્ઞા ફેરવી દીધી. કર્મચદ્ર સંઘની સમ્મતિ લઈ પોતાના તરફથી ઉત્સવ કર્યો. હે એક ચંદડી, સોપારી, નાળીયેર અને શેર સાકરની પ્રત્યેક ઘરમાં પ્રભાવના કરી. એ પ્રમાણે મહેટા ઉત્સવપૂર્વક ફાગણ સુદ ૨ ના દિવસે યુગપ્રધાનપદ અને આચાર્યપદ આપવામાં આવ્યાં. તે ઉપરાન્ત જયસામ અને રત્નનિધાનને પાઠક્ષદ, તથા ગુણવિનય અને રસમયસુંદરને વાચસ્પદ આપ્યાં. મહત્સવ ઉપર આવેલ તમામ લેકેને
૧ રત્નાનિધાન. એઓ કોના શિષ્ય હતા અર્થાત એમના દીક્ષાગુરૂ કોણ હતા, એ જાણવાનું કંઈ સાધન મળ્યું નથી; પરન્તુ “તિ કરંડકનો એક પ્રતિ, જે પાલીતાણામાં મુનિરાજ શ્રીરવિજયજીના ભંડારમાં છે, હેની પ્રશસ્તિ ઉપરથી એમ જણાય છે કે, તેઓ ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિના શિષ્ય પ્રશિષ્ય પૈકીના એક હતા. વળી આ રત્નનિધાને “દેશીનામમાતા’ ની એક પ્રતિ સં. ૧૬૩૬ માં પોતાને માટે લખેલી હેની અંતમાં પિતાને જિનચંદ્રસૂરિના અંતેવાસી તરીકે ઓળખાવ્યા છે. આ પ્રતિ ડેકકનોલેજ-પૂનાની લાયબ્રેરીમાં છે. આમણે સમયસુંદરકૃત ‘રૂપકમાલાવૃત્તિ” શોધી હતી. જિનચંદ્રસૂરિએ “નિશીથસૂત્રભાષ્ય ની એક પ્રતિ ખંભાતના સંઘને સં. ૧૬૫૫ માં આપેલી, આ સબંધી તે ગ્રંથની અંતે આ રત્નનિધાને જિનચંદ્રસૂરિની લાંબી પ્રશસ્તિ લખી છે. આ પ્રતિ હાલ ડેક્કન કોલેજ પૂનાની લાયબ્રેરીમાં છે.
૨ સમયસુંદર, એમણે વિક્રમની સત્તરમી શતાબ્દિના પ્રસિદ્ધ કવિઓમાં એક ઉચ્ચ કવિ તરીકે માન મેળવ્યું હતું. ૫. જ્ઞાનતિલકના શિષ્ય વિનયચંદ્ર સં. ૧૭૫૨ ના ફાગણ સુદિ ૫ના દિવસે પાટણમાં બનાવેલ “મહારાજકુમાર ચરિત્ર”ની પ્રશસ્તિમાં આ કવિ માટે લખ્યું છે –
“જ્ઞાનપ્રાધિ પ્રાધિવા રે અભિનવ સહિર પ્રાય: સુ. કુમુદચંદ્ર ઉપમા વહેરે સમયસુંદર કવિરાય. સ. ૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org