________________
એક વખતે કાશ્મીર જતાં બાદશાહે સૂરિજીને પિતાની પાસે બેલાવી અશાડ સુદિ ૯ થી સાત દિવસ સુધી અમારી પાવવાનું ફરમાન આપ્યું. બાદશાહે આ ફરમાન પોતાના અગીયાર સૂબાઓમાં મોકલાવી આપ્યું. બાદશાહની પ્રસન્નતાને માટે કેટલાક રાજાઓએ કેઈએ માસ તે કેઈએ અમુક દિવસ સુધી અમારી વધારે પળાવી.
બાદશાહે કાશ્મીર જતાં માનસિંહને પિતાની સાથે ચાલવા કહ્યું, અને જિનચંદ્રસૂરિને લાહેરમાં રહેવાનું જણાવ્યું. માનસિંહ ડુંગરને સાથે લઈ વિદાય થયા. મંત્રિએ પંચાનનને પણ સાથે મોકલ્યા. માનસિંહ, કાશમીર ગયા અને જિનચંદ્રસૂરિ લાહેરમાં રહ્યા. માનસિંહ પગે ચાલી વિહાર કરતા કાશ્મીર ગયા. મંત્રી, બાદશાહને વિશ્વાસુ હેઈ જનાનાની રક્ષાને માટે તાસમાં રહ્યો. કાશ્મીરને જીતીને બાદશાહ પુનઃ લાહોર આવ્યો. જિનચંદ્રસૂરિ મને મળ્યા, તે વખતે બાદશાહે, માનસિંહે માર્ગમાં જે કષ્ટ સહ્યું, હેનું વર્ણન કર્યું અને એમના કઠિન આચારોની બહ તારીફ કરી. વળી એ પણëણે જણાવ્યું કે –માનસિંહની ઈચ્છાને માન આપી મેં ત્યહાંના તળાવની માછલિયાને અભયદાન આપ્યું છે. તે પછી બાદશાહે માનસિંહને જિનચંદ્રસૂરિની પાટપર બેસાડવાની ઈચ્છા બતાવી. જિનચંદ્રસૂરિ તે તે ઈચ્છતાજ હતા. પરિણામે બાદશાહની ઈચ્છા પ્રમાણે જિનચંદ્રસૂરિને યુગપ્રધાનપદ અને માનસિંહને આચાર્યપદ
૧ માનસિંહ. એમના પિતાનું નામ ચાંપસી અને માતાનું નામ ચતુરંગદે હતું. ગોત્ર ગણધરચોપડા હતું. સં.૧૬૧૫ ના માગશર સુદિ ૧૫ મે ખેતાસરમાં હેમને જન્મ, સં. ૧૬૨૩ ના માર્ગશીર્ષ વદિ ૫ મે બીકાનેરમાં દીક્ષા, સં. ૧૬૪૦ માઘ સુદિ ૫ મે જેસલમેરમાં વાચક પદ, સં. ૧૬૪૮ ફાગુન સુદિ ૨ જે લાહોરમાં આચાર્યપદ, સં. ૧૬૭૦ ના પૈષ વદિ ૧૩ મિલાડા (મારવાડ) માં ગચ્છનાયકપદ અને સં. ૧૬૭૪ ના પૌષ વદિ ૧૩ ના દિવસે મેડતામાં સ્વર્ગવાસ થયો હતો. વધુ માટે જુઓ રત્નસાગર ભા. ૨ જે પૃ. ૧૨૭
( ૭૫ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org