________________
- એક વખત શાહે પિતાની પાસેના પંડિતેને પૂછયું “જૈનદર્શનમાં (ખરી રીતે ખરતરગચ્છમાં) સારામાં સારા વિદ્વાન ગુણ કેણ છે?” હેમણે જિનચંદ્રસૂરિ નું નામ આપ્યું. ફરીથી શાહે પૂછયું – હેમના કોઈ શિષ્ય અહિં છે?” તેના ઉત્તરમાં હારે એમ કહેવામાં આવ્યું કે–કર્મચંદ્ર મંત્રી તેમના શિષ્ય છે.”
હારે હેણે ઝટ કર્મચંદ્રને સૂચના કરી કે–તેઓને અહિં બેલા.” શાહી ફરમાન સાથે માણસો મોકલવામાં આવ્યા, ખંભાતથી બાદશાહનું ફરમાન જાણુ જિનચંદ્રસૂરિએ વિહાર કર્યો. તેઓ શિરેહી આવ્યા. શિરોહીના રાજા સુરત્રાણે હેમની ભકિત કરી. ઉત્સવ કર્યો. ત્યહાંથી સેવનગિરિ (જાર) આવી, ચોમાસું રહ્યા. માસુ ઉતરે હાંથી મેડતા, નાગેર થઈ રણુપુર આવ્યા. અહિંથી સાકરના પુત્ર વીરદાસની સહાયતાથી આગળ વધી સિરસા વિગેરે થઈ ફાગણ શુદિ ૧૨ ના દિવસે લાહેર પહોંચ્યા. બાદશાહ હામે આવ્યું. બાદશાહે સૂરિજીને આપેલી તકલીફ માટે ક્ષમા માંગી. હમેશાં ધર્મકથા સંભળાવવાની વિનંતિ કરી. પર્વત નામના શ્રાવકે સૂરિજીનો પ્રવેશોત્સવ કર્યો. બાદશાહના આગ્રહથી
હાં ચતુર્માસ રહ્યા. એક વખત દ્વારિકાની પાસેના જૈનમંદિરની રક્ષા માટે બાદશાહને મંત્રીએ પ્રાર્થના કરી. બાદશાહે શત્રુંજય વિગેરે તીર્થોના હક લખી આપ્યા. તીર્થોનું તે ફરમાન આજમખાન ઉપર મેકલવામાં આવ્યું.
૧ જિનચંદ્રસૂરિ એમના પિતાનું નામ શ્રીવંત અને માતાનું નામ ઢિયાદેવી હતું. હેમનું નેત્ર રીહડ હતું. તીવરી (જોધપુર)ની પાસે આવેલા વડલી ગામમાં સં. ૧૫૯૫માં તહેમનો જન્મ થયો હતો. સં. ૧૬૦૪ માં દીક્ષા, સં. ૧૬૧૨ ના ભાદરવા શુદિ ૯ ગુરૂવારે જેસલમેરમાં સૂરિપદ, અને અને સં. ૧૬૭૦ ના આશ્વિન વદિ ૨ ના દિવસે બિલાડા (મારવાડ) માં હેમનો સ્વર્ગવાસ થયો હતો. હેમના ૯૫ શિષ્ય હતા, જહેમાં સમયરાજ, મહિમરાજ, ધર્મનિધાન, રત્નનિધાન અને જ્ઞાનવિમલ વિગેરે મુખ્ય હતા, વધુ માટે જૂઓ–રત્નસાગર ભા. ૨ જે પૃ. ૧૨૫.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org