SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પાટે સ્થાપન કર્યા, અને હેમનું જિનદયસરિ એવું નામ સ્થાપન કર્યું. - જિનદયસૂરિએ પાંચ પ્રતિષ્ઠા કરી. તેવીસ શિવે , ચાદ સાધ્વીઓ કરી. તે ઉપરાન્ત આચાર્ય, ઉપાધ્યાય અને વાચનાચાર્ય વિગેરેથી પોતાને સમુદાય વધાર્યો. તેમ ગંભીરતા, ધેર્ય, ૧ જ્ઞાનકલશ નામના કોઈ મુનિએ આ જિનદયસૂરિને પદસ્થાપના રાસ' બનાવ્યો છે. હેમાં કેવળ જિનદયસરિની પદસ્થાપનાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં પ્રસ્તુત વિવાહલામાં આપેલા વર્ણન ઉપરાન્ત ખાસ એક વિશેષતા છે. તે એ કે આ પદસ્થાપનાને ઉત્સવ દિલ્લીના રહેવાસી રતનસિંહ અને નિગે ખંભાતમાં આવીને કર્યો હતો. આ રતનસિંહ અને પૂનિગની ઓળખાણ આમ આપી છે – “ત મહિમંડલિ હિલિયનયર કંચણ ચણ વિસાલું; ત રૂપાલુ નીબઉ સધરે નિવસઈ તહિ શ્રીમાલ હ . તસુ નંદણુ બહુ ગુણકલિક સંધવાઈ રતનઉ સાહુ; ત સયલ મહેચ્છવ ધરિ ધવલે પૂનિગ મનિ ઉચ્છા. ૧૦ સુહગુરૂ વંદણ ખભપુરે દણ દુહિય સાધારૂ, ત રતનસીહ પૂનિગ સહિઉ આવઈ સપરીવારૂ. ૧૧ આ ઉપરથી જણાય છે કે–તેઓ શ્રીમાલવંશીય હતા. આ પદસ્થાપના રાસમાં એ પણ જણાવ્યું છે કે આ પદમહોત્સવ ખંભાતના અજિતનાથના મંદિરમાં કરવામાં આવ્યો હતો. આગળ ચાલતાં આ પદમહોત્સવ વખતે રત્ન સિંહ અને પૂનિગે કરેલા દાનનું વર્ણન કરવામાં આવ્યું છે. રત્નસાગરના બીજા ભાગના પૃ. ૧૨૧ માં ખરતરગચ્છપદાવલીની ૫૪ મી પાટે થએલ આ જિનદયસૂરિનું વર્ણન આપવામાં આવ્યું છે. હેમાં પદમહોત્સવ કરનારનું નામ જેસલ આપ્યું છે; તે ઠીક નથી. પદમહોત્સવ કરનાર જેસલ નહિ પરંતુ દિલ્લીના રહીશ રત્નસીંહ અને પૂનિગ હતા, એ સ્પષ્ટ જોવાય છે. . જે. કલૈંતિ “સ્પેસમેન ઑફ એ લીટરરી બિબ્લીઓ ગ્રાફિકલ જેન એનેમસ્ટેકન ” ના પે ૪૮ માં આપેલ જિનદયસુરિનું વૃત્તાન્ત એક (૬૫) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy