________________
શ્રીતરૂણમ આચાર્યે આ સમપ્રભગણિને જિનચંદ્રસૂરિની
ખંભાતની ઐતિહાસિક્તા સુવિખ્યાત છે. જેને માટે આ નગર એક વખત જેનપુરી ગણાતું. અત્યારે પણ અહિં હાંનાં મોટાં લગભગ પિ સે દેરાસરે છે. ખાસ કરીને અહિંનો પ્રાચીન ભંડાર, જહે શેઠ દલપતભાઈ નગીનદાસના હાથમાં છે, ખાસ દર્શનીય છે. આ ભંડાર તાડપત્ર ઉપર લખેલ પુસ્તકેનેજ છે. જના જૂના ગ્રંથો-અદ્વિતીય ગ્રંથો આ ભંડારમાં છે. ખંભાતના જેનોની જાહજલાલી એક વખત રજ પ્રકારની હતી. ઇતિહાસપ્રસિદ્ધ દાનેશ્વરી રાજીયા અને વજીયા એ આ નગરનાં રત્નો હતાં. સુપ્રસિદ્ધ શ્રાવકકવિ ઋષભદાસ પણ આ નગરનુંજ કવિરત્ન હતું. સુપ્રસિદ્ધ જૈનમંત્રિ વસ્તુપાલનો પુત્ર જયંતસિંહ સં ૧૨૯ માં અહિંને સૂબા નિમાયે હતો. કલિકાલસર્વજ્ઞ પ્રભુ શ્રીહેમચંદ્રાચાર્યે કુમારપાલને સંકટના સમયમાં અહિંજ આશ્રય આપ્યો હતો. મહમ્મદશાહના સમયમાં સંવત્ ૧૩૨૫ માં બનેલી જુમામસજીદમાં લાગેલા જૈન મંદિરના થાંભલાઓ આજે પણ પ્રાચીન સ્થિતિનો પુરાવો આપી રહ્યાં છે.
અહિંના “ સ્થંભન પાર્શ્વનાથ આના લીધે આ ખંભાતનગર એ તીર્થ તરીકે પણ ગણાતું આવ્યું છે. પ્રાચીન તીર્થમાળાઓમાં આ નગરના તીર્થ તરીકે ઉલ્લેખ થયેલા જોવાય છે. જહેમપં. મેઘે પિતાની તીથમાળામાં, પં. સૌભાગ્યવિજયે સ. ૧૭૫૦માં બનાવેલી તીર્થમાળામાં, કવિ શીલવિજયજીએ પિતાની તીર્થમાળામાં, મેઘવિજય ઉપાધ્યાયે સં. ૧૭૨૧ માં બનાવેલ જાણ્યેનાવનામાના માં, પં. રત્નકુશલે “પાર્શ્વનાથ સંખ્યાસ્તવન માં અને પં શાંતિકુશલે સં. ૧૬૬૭માં બનાવેલ ગેડીપાર્શ્વનાથ સ્તવનમાં ઉલ્લેખો કરેલા જોવાય છે (જૂઓ ગાવાનરમાના સંપ્રદ્દ પૃ. ૪૮, ૯૭, ૧૨૨, ૧૫૦, ૧૬૯ અને ૧૯૮.)
૧ તરૂણુપ્રભ આચાર્ય. જ્ઞાનકલશે બનાવેલ “જિનદયસૂરિ પદસ્થાપના રાસ” અને શ્રાવરતિ મસૂત્ર વિવરW ની પ્રશસ્તિ, કે જે પીટર્મનના ૩ જા રીપોર્ટના પે. ૨૨૧ માં છપાઈ છે; હેના ઉપરથી જણાય છે કે તરૂણપ્રભને જિનચંદ્રસૂરિએ દીક્ષા આપી હતી. આ શ્રાવતિમાસૂત્ર વિવરW હેમણે સં ૧૪૧૧ માં બનાવ્યું હતું. યશકીતિ અને રાજેન્દ્રચંદ પાસે હેમણે અભ્યાસ કર્યો હતે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org