SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જિનકુશલસૂરિ બિરાજતા હતા. શુભ મુહૂર્ત દીક્ષા આપવાનું નકકી થયું. મહાવીરસ્વામીના મંદિરમાં નાણુ માંડવામાં આવી. સમરને વરઘોડો ચલ્યો. ઘણું દાન દેવામાં આવ્યું. ઉત્તમ વાજિત્રે વાગવા લાગ્યાં. એ પ્રમાણે મોટા ઉત્સવપૂર્વક સં. ૧૩૮૨માં સમારે પિતાની બહેન કીહુની સાથે દીક્ષા લીધી. સમરનું નામ સમપ્રભ રાખવામાં આવ્યું. હેણે જિનાગમને સારી રીતે અભ્યાસ કર્યો, એટલે સં. ૧૪૦૬ માં જેસલપુરમાં હેને વાચનાચાર્યની પદવી આપવામાં આવી. અનુક્રમે વિહાર કરતા અને ધર્મોપદેશ આપતા આપતા સમપ્રભગણિ ગ૭ને ભાર વહન કરવાને શક્તિવાન થયા. તે પછી સં. ૧૪૧૫ના આષાઢ વદિ ૧૩ના દિવસે ખંભાતમાં ૧ આ જેસલપુર એજ વર્તમાનનું સુપ્રસિદ્ધ જેસલમેર છે. રાજપૂતાના માં જોધપુરથી પશ્ચિમોત્તર ૧૪૦ માઈલ ઉપર આવેલું આ નગર છે. પ્રાચીન જૈનમંદિરે અહિં ઘણું છે અને તેથી જેન તીર્થ તરીકે આ ગામની પ્રસિદ્ધિ છે. સૌથી વધારેમાં વધારે પ્રાચીન જૈનગ્રંથ, એકલા જૈનગ્રંથો નહિં-હિંદુ ગ્રંથો પણ સાચવી રાખવાનું સૌભાગ્ય આ નગરને મળેલું છે. સાડીચારસો-પાંચસો જેનોની અહિ વસ્તી છે. પ્રાચીન તીથમાળાઓમાં જેસલમેરનું નામ તીર્થ તરીકે ઠેકાણે ઠેકાણે મળે છે. સં. ૧૭૫૦માં પં. સૌભાગ્યવિજયગણિએ બનાવેલી તીર્થમાના માં, કવિ શીલવિયજીએ પિતાની તીર્થમાના માં, સં. ૧૭૨૧ માં એવિ ઉપાધ્યાયે બનાવેલ શ્રાવાવૅનાથનામમામાં અને સં. ૧૬૬૭માં પં. શાંતિકુશલે બનાવેલ જોવાશ્વનાથસ્તવન માં જેસલમેરને તીર્થ તરીકે ઉલ્લેખ કરેલો છે. (જૂઓ કાન તીર્થમાના સંકફ, p. ૯૭, ૧૦૮, ૧૫ર અને ૧૯૯) ખાસ કરીને શ્રીજિનસુખરિએ રામે - પરિવટ બનાવી છે. જહેમાં જેસલમેરનાં મંદિરોનું વર્ણન કરવામાં આવ્યું છે. (જૂઓ. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, પૃ. ૧૪૬) આ ઉપરાન્ત માતાજમણ, મia ના ૧૩ મા અધ્યાયના પૃ ૨૦૨ માં પણ જેસલમેર સંબંધી જાણવા જેવી હકીકતો મળે છે. ૨ ખંભાત એ ગુજરાતનું પ્રસિદ્ધ નગર હતું અને અત્યારે પણ છે. ( ૩ ) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy