________________
સંવત્ ૧૭૪૭માં વૃદ્ધિસાગરસૂરિ સંઘના અલ્યાગ્રહથી શેખપુર (અમદાવાદથી પશ્ચિમમાં રા માઇલ ઉપર છે) માં ચોમાસુ કરવા ગયા, અને ત્યહાં પ્રભાવના, સાધર્મિક વાત્સલ્યાદિ અનેક ધર્મ કાર્યો પણ થવા લાગ્યાં પરંતુ ત્યહાં હેમની તબીયતમાં કંઇક બિગાડો થવા લાગ્યું. અને શરીર જીર્ણ થવા લાગ્યું. આથી શેઠ લક્ષ્મીચંદ વિગેરે અમદાવાદ શહેરના આગેવાન ગૃહસ્થાએ વિચાર કર્યો કે–આવા વરસાદના દિવસોમાં આપણે વારંવાર ગુરૂને વંદન કરવા અને હૈમની તબીયતની સંભાળ લેવા શી રીતે જઈ શકીશું? છેવટ સૂરિજીને વિનતિ કરીને તેઓને અમદાવાદ શહેરમાં લાવી મૂળ ઉપાશ્રયમાં પધરાવ્યા.લક્ષમીસાગરજી પણ હેમની સાથે આવ્યા. વાચક ઇદ્રૌભાગ્ય ગણિ પણ રાજપુર (કે જે અમદાવાદથી દક્ષિણમાં
જેવા કે–એ છબિ (ઈ. સ. ૧૬૭૩), થિએનેટ (૧૬૬૬-૬૭, મો.
સ્લો ( ૧૬૩૮-૪૦ ), અને ટેહુનિયર ( ૧૬૪૧-૬૮) વિગેરે એ પિતપોતાના ભ્રમણ વૃત્તાતોમાં શાનિદાસ શેઠે બનાવેલા દર્શનીય મંદિરની અને કાઈ કેઈએ તે ખાસ શાન્તિદાસ શેઠની મુલાકાત લઈ જહે જહે હકીકતો લખી છે, તે ઘણું જ નવીન અજવાળું પાડે તેમ છે. તે બધી હકીકત ભેગી કરીને શાન્તિદાસ શેઠ સંબંધી ખાસ એક સ્વતંત્ર નિબંધ લખવાની જરૂર છે. આવી ટૂંકી નોટમાં વિશેષ શું લખી શકાય ?
૧ ઇંદ્રસૌભાગ્ય, એમના ગુરૂનું નામ સત્યસૌભાગ્ય હતું. શાંતસૌભાગ્ય નામના મુનિએ સં. ૧૭૮૭માં પાટણમાં “અગડદત્તઋષિની ચોપાઈ' બનાવી છે, જહેની એક પ્રતિ પૂના ડેક્કન કોલેજ લાયબ્રેરીમાં છે, હેની અંતમાં કર્તાએ પિતાની પૂર્વ પરંપરા બતાવી છે જે આ પ્રમાણે છે
રાજસાગરસૂરિ, હેમના શિષ્ય વૃદ્ધિસાગરસૂરિ, હેમના લક્ષ્મીસાગરસૂરિ, હેમના કલ્યાણસાગરસૂરિ, હેમના શિષ્ય ઉપાધ્યાય સત્યસૌભાગ્ય, હેમના શિષ્ય ઈંદ્રસૌભાગ્ય ઉપાધ્યાય, હેમના શિષ્ય વીરસૌભાગ્ય, હેમના પ્રેમસૌભાગ્ય અને હેમના શિષ્ય શાંતસૌભાગ્ય. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કેરાજસાગરની પાટ પરંપરામાં થયેલ સત્યસૌભાગ્યના ને શિષ્ય થતા હતા. આ ઈસૌભાગે લોકભાષામાં પૂરાદ્ધચાર સં. ૧૮૧૨ માં બનાવ્યું છે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org