SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદે ઘણું દ્રવ્ય ખરચીને પદ મહત્સવ કર્યો હતો અને શાહ ૦૩ષભદાસ વાઘજીએ હેમને વંદના મહોત્સવ કર્યો. વિત વાવરીઉં ધરમિં ઘણું સાતે ક્ષેત્રે કરી સોહામણું; ચિંહ પુત્રે વલી સભા ઘણું વંશ વિભૂષણ તે બહુ ગુણ.” ૧૫ર (પ્રાચીન તીર્થમાળા સંગ્રહ. પૃ. ૧૨૫) કવિની ઉપરની બે કડિયામાં શાન્તિદાસ શેઠને પરિચય મળી જાય છે.. આ શાન્તિદાસ શેઠને સ્વર્ગવાસ સં. ૧૭૧૫ માં થયો હતો, એમ કૃપાસાગરના શિષ્ય બનાવેલા રાજસાગરસૂરિ રાસની નીચેની કડી ઉપરથી જણાય છે – સંવત સતરસે વરસ પનરતરઈ અહ્મારો પ્રાણ આધાર; સાહ શાંતિદાસરે સુરલેકે ગયા તિહાં અદ્ભો જાવું નિરધાર.” ૬૧ શ્રીયુત હનલાલ દલીચંદ દેસાઈએ “જેનરાસમાળા ભાગ ૧” ની પ્રાથમિક સમાચનાના પૂ -૧૦ માં જણાવ્યું છે કે માનવિજય ઉપાધ્યાયે “યમસંગ્રહ’ નામનો ગ્રંથ આ શાંતિદાસ શેઠના આગ્રહથી બનાવ્યો હતો, પરંતુ તે ઠીક નથી. “ધર્મસંગ્રહ” બનાવ્યાનો સંવત ૧૭૩૧ નો છે, અને શાન્તિદાસ શેઠ તો સં. ૧૭૧૫ માંજ સ્વર્ગવાસી થયા હતા. ખરી વાત એ છે કે માનવિજય ઉપાધ્યાયે જહે શાંતિદાસ શેઠના આગ્રહથી “ધર્મસંગ્રહ’ બનાવ્યો હતો, તે આ નગરશેઠ શાંતિદાસ નહિં, કિન્તુ તે વખતે એક બીજા શાંતિદાસ હતા, તેમના આગ્રહથી બનાવ્યા હતા. પ્રસ્તુત નગરશેઠ શાન્તિદાસ સવાલ વંશીય હતા, હારે ધર્મસંગ્રહ માટે સૂચના કરનાર શાંતિદાસ શ્રવંશીય હતા. નગરશેઠ શાંતિદાસના પિતાનું નામ સહસ્ત્રકિરણ હતું, જહારે ધર્મ સંગ્રહ કરાવનારના પિતાનું નામ મનિઆ હતું. ધર્મસંગ્રહની પ્રશસ્તિ જેવાથી આ સ્પષ્ટ થશે. આ બન્ને શાન્તિદાસ શેઠને પરિચય કવિ શીલ વિજયજીએ પિોતાની તીર્થમાળામાં પણ આપ્યો છે. જુઓ, પ્રાચીન તીર્થમાળા સંગ્રહ. પૃ. ૧૨૪–૧૨૫. કહેવું જરૂર થઈ પડશે કે–જે કે શાન્તિદાસ શેઠના સંબંધમાં હરવર્ધનના શિષ્ય શ્રેમવર્ધન નામના કવિએ સં. ૧૮૭૦ના અશાડ સુદિ ૧૪ ને ગુરૂવારે બનાવેલ “શાન્તિદાસ શેઠને રાસ” કે જે “જેનરાસમાળા” ના ભાગ ૧ લામાં છપાયે છે, તે ઉપરથી નહિ જેવી હકીકત મળે છે. પરંતુ શાન્તિદાસ શેઠના વખતમાં ભારતની મુસાફરીએ આવેલા દેશી મુસાફરો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy