SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તે નામનું એક પ્રસિદ્ધ તીર્થ છે. અહિં શ્રી અજિતનાથનું મહેતું મંદિર છે. આની પાડોશમાં આવેલા વડનગર કે જહાં શ્રી આ ઉપરથી એ પણ જણાય છે કે-કુમારપાલે આ મંદિરને ગભારે ચોવીસ હાથ ઉંચે કરાવ્યો હતો. અને શ્રી અજિતનાથ પ્રભુની મૂર્તિ ૧૦૧ આંગળની બનાવી સ્થાપિત કરી હતી. આ પ્રમાણે-કમારપાલે આ મંદિરને બનાવ્યા સંબંધી હકીકત, હીરસોભાગ્ય કાવ્યના પ્રથમ સર્ગના ર૭ થી ૩૦ ઑકામાં પણ આપી છે. આ દેરાસરની અંદર અત્યારે જહે મૂર્તિ બિરાજમાન છે, તે કમારપાલ રાજાએ સ્થાપન કરેલી મૂર્તિ નથી. કેમકે–પંદરમી શતાબ્દીમાં થયેલ ઈડરના રહીશ સુપ્રસિદ્ધ શ્રેષ્ટિ ગાવિંદે, આરાસુર પર્વતથી એક હેટ આરસ લાવીને શ્રી અજિતનાથ પ્રભુની માટી મૂર્તિ બનાવરાવી હતી અને હેને અહિં સ્થાપન કરી શીસેમસુદરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. આ મૂર્તિની પ્રતિષ્ઠાના ઉત્સવ વખતે ઉટક નગરના શ્રેષ્ટિ કનડે, સૂરિજીના ઉપદેશથી ઘણું દ્રવ્ય ખર મ્યું હતું, અને તપસ્યા પણ ગ્રહણ કરી હતી. વળી આ વખતે જિનમંડન પંડિતને વાચસ્પદ પણ આપવામાં આવ્યું હતું. (જૂઓ, સેમસૈભાગ્ય કાવ્ય સર્ગ. ૭મે શ્લો. ૪૨ થી ૯૪). કુમારપાલની સ્થાપિત કરેલી મૂર્તિ મુસલમાનના જુલ્મ વખતે નષ્ટ થઈ અને તે પછી ઉપર્યુક્ત ગેરવિદે વિ. સં. ૧૪૭૯ માં ૯૫ આંગળની મનહર મૂત્તિને સ્થાપના કરી કુમારપાલના પુણ્યવૃક્ષને પલ્લવિત કર્યું, તેટલા માટે મુનિસુંદરસૂરિ, પિતાનાં જિનસ્તોત્ર રત્નકેશ’માં, ગોવિંદને કુમારપાલના સાચા મિત્ર તરીકે ઓળખાવતાં કથે છે– "कुमारपालस्य कथं न मित्रं गोविन्दसवातिपतिर्भवेत् सः । प्रष्मेि कलौ म्लेच्छदवाग्नितापैस्तन्न्यस्तबिम्बापगमेन शुष्कम् ॥६॥ पुण्यद्रुमं तस्य नवत्वदेतद्विम्बप्रतिष्ठापनतस्तदः । जलप्रवाहैः किल योभिषिच्य, प्रभोऽधुना पल्लवयाञ्चकार ॥ १०॥ (સ્તાસંગ્રહ. ભા. ૨ જે પૃ. ૭૮) - ગેવિંદની સ્થાપન કરાવેલી અત્યારે જહે મૂર્તિ છે, તે એટલી બધી મેટી છે કે ભસ્તક ઉપર પૂરા કરવા માટે પૂજા કરનારને નિસરણી ઉપર ચઢવું પડે છે. ( ૩૯ ) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy