________________
સંવત ૧૭૯૮ ના પિસ માંસની દશમી ને સોમવારે અંજારમાં ચોમાસું રહીને વાચક મેરલાભના શિષ્ય સહજસુંદર અને સહજસું દરના શિષ્ય નિત્યલાભે ગુરૂસેવા નિમિત્તે આ રાસ રચ્યો છે.
આ ઉપરથી જણાય છે કે ઉયસાગરસૂરિ પાલીતાણે એકઠા થયેલા સંધની અંદર પધાર્યા હતા. આ સંધનું વર્ણન પં. મતિને પિતાની બનાવેલી તીથમાળામાં પણ વિસ્તારથી કર્યું છે. હેની અંદર લખવામાં આવ્યું છે – “ઝમ અનેક સંઘવી બહુ મિલ્યા કરવા જિનવર ઝાણ; વિ. સૂરતિથી વિધિપક્ષિ આવીયા ઉદયસાગરસૂરિ ભાણુ. વિ. શ્રી. ૪
(તીથમાળા સંપ્રહ પૃ. ૧૮૪) એક વખત જામનગરનાં દેરાસરની આશાતના મિથ્યાત્વીઓએ કરવાથી દેરાસરે બંધ રહ્યાં હતાં. તે પછી જામની પાસે જ હારે શા. તલકસી જેસાણીની કામદારી થઈ હારે ફરીથી દેરાં સમરાવી બિંબોની પ્રતિષ્ઠા કરી હતી. આ વખતે દેરાસરની સર્વ માંડણીને લેખ, હે વિસજેન થયો હતો, તે આ ઉદયસાગરસૂરિજીના ઉપદેશથીજ પાછો મળ્યો હતો. અને શા. વેલજી ધારશીએ સ. ૧૮૫૦ ના મહાશુદિ ૪ શનિવારે મૂલ ઠેકાણે સ્થાએ હતો (જૂઓ જૈનધર્મને પ્રાચીન છે. ભા. ૨. પૃ. ૧૮૧)
(૧) નિત્ય લાભ, એ અઢારમી શતાબ્દિના એક સારા કવિ તરીકે લેખાયા છે. હેમની વિદ્યાસાગરસૂરિ સ્તવન સદેવ સાવલિંગ ચોપાઈ” વિગેરે ઘણી કૃતિઓ છે. “સદેવચ્છ સાવલિંગા પાઈ' ચાવીસ ઢાળાનો ન્હોટે રાસ છે. કવિએ રાસની આ પ્રમાણે પ્રશસ્તિ આપી છે –
અંગલગ૭પતિ અધિક પ્રતાપી વિદ્યાસાગરસૂરિ રાયા રે; જગવલ્લભ ગુરૂ ગ્યાન સવાયા હિતવરલ સુષદાયા રે. ભ૦ ૧૦ આણવહિં શિર નિશિદિન તેહની પાટભક્તિ વરદાઇ રે; ગેરલાભ વાચક પદધારી જગજસ કરતિ હાઈ રે. ભ૦ ૧૧ શિષ્ય તેહના સુષકારી વાચક સહજસુંદર ગુરૂરાયા રે; તાસ કૃપાથી રાસ એ ગાયો નિત્યલાભ પંડિત સુષ પાયા રે. ભ૦ ૧૨ નગરમાંહિં સૂરતિ રંગીલે શ્રાવકવરે નગીના રે; દેવગુરૂના રાગી દઢ ધરમી જીનપર ભગતે ભીના રે.
(૩૬)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org