________________
સુખહી દાખલ આઠ હજાર ઉપવાસ, અનેક છઠ્ઠ (લાગ2 બે ઉપવાસને એક છટ્ઠ કહેવાય) અનેક અમ (લાગટ ત્રણ ઉપવાસને એક અદૃમ કહેવાય), નવલાખ નવપદને જાપ અને બીજાં યાત્રા-દાન વિગેરે કરવાનું પણ કહ્યું. તે પછી બરાબર ત્રણ દિવસનું અણુસણ પૂરું કરીને કાર્તિક સુદ ૫ ને મંગળવારના દિવસે વિદ્યાસાગરસૂરિ દેવગતિ પામ્યા.
ગુરૂને નિર્વાણ થતાં જ સૂરતના સંઘે બહુ શેકપૂર્વક નિવશત્સવની સામગ્રી કરવા માંડી. ગુરૂને પધરાવવા ઘણું ધન ખચીને સેના જેવી ઝગમગ કરતી એકવીસ ખંડવાળી માંડવી ગુરૂના દેહને પવિત્ર જળથી સ્નાન કરાવીને ઉત્તમ વસ્ત્રો પહેરાવ્યાં અને સૂખ, કેસર તથા કસ્તુરીને જંગલેપ પણ કર્યો. તે પછી ગુરૂને માંડવીમાં બેસાડ્યા. વાજિંત્રો વાગવા લાગ્યાં. લોકો જયજયકાર કરતા સેનાનાં
એ વધાવવા લાગ્યા, સ્ફોટા વ્હોટા ધનપતિ અને રાજદરબારી અધિકારીઓ ભેગા થયા. પાંચશેર કૃષ્ણાગરૂ ધુપ, ઓગણીસ મણ સુખડ, બાવીસ તોલા કપૂર, ૩૪ શેર કુદરૂ, ૨૦ તેલા કસ્તરી અને અંબર તથા ઓ વિગેરે દહનક્રિયા માટે લીધાં. એ પ્રમાણે લઈ જઈને ગુરૂને અગ્નિસંસ્કાર કર્યો. ચિતા ઉપર ઘીની ધારા વર્ષાવવામાં આવી. એ પ્રમાણે અગ્નિસંસ્કાર પૂર્ણ કરીને લેકે આંસુ ગાળતા તથા ગુણગાન કરતા સ્નાન કરીને દેરાસરે ગયા અને દેવવંદન કર્યું. પછી ઘણું ધન ખચીને સંઘે હસપૂર્વક ગુરૂના પગલાનું ખૂભ કરાવ્યું. એ પ્રમાણે ગુરૂને નિર્વાત્સવ પૂરો કર્યો.
(૧) વિદ્યાસાગરસૂરિને કચ્છદેશના ખીરસરા બંદરમાં સ. ૧૭૪૭ના આસો વદિ ૩ જન્મ, પિતા કર્મસિંહ, માતા કમલાદે. સં. ૧૭૫૬ ના ફાગુન સુદિ બીજે દીક્ષા, સં. ૧૭૬૨ના શ્રાવણ સુદિ ૧૦ ના દિવસે ધોલકામાં આચાર્યપદ, સં. ૧૭૬૨ ના કાત્તિક વદિ ૪ બુધવારે માતરમાં ભટ્ટારક ૫૬ અહિં હેમણે વિશેષાવશ્યકની વાંચના કરી. સં. ૧૭૯ ના કાર્તિક સુદિ પાંચમે નિર્વાણુ.
( ૩ર )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org