________________
દૂહા,
દાતા ભુગતા દેલતી મલીઆ મોટા સાહ; છયેલ છબીલા ભતા મનમાં ધરી ઉમાહ.
છે હાલ ૪
વંદા રે વનમાં કાનકુંવરજી, એ દેશી. આવે તિહાંકિણ સંઘ ઉદારા મન ધરી હરષ અપારા રે; ગીતારથ પણિ સહુ મલી આવે દેશદેશથી વડ દાવે રે.
મન હરર્ષે ગુણ ગિરૂઆ મુનિવર. આ સોરઠ ને ગુજરાતિ દીદારૂ વડીયાર માલવ વારૂ રે, દક્ષણ પૂરવ નેં હાલારા કછ વાગડ મરૂધારા રે. મન ૨ દેશ દેશથી બહુ હરષ ભરાણા સાધુ આવે સપરાણ રે, કેઈક પંડિત કેઈક તપીઆ કઈ તાર્કિક કેઈજપીયા રે. મન ૩
વ્યાકરણી કઈ જેસી રૂડા દિલમાં નહી કે કુડા રે, કઈ સંવેગી કિરીયાપાત્રી જેહનાં નિરમલ ગાત્રી રે. મન ૪ એહવા સાધ સવાસે મલીઆ મનવંછિત સહુ ફલીઆ રે, એહવૅ દિવસ ઉછવને આ નરનારી હરષ સવા રે. મન ૫ શ્રીપૂજ્યજી તવ તષત વિરાજે સંઘ આર્વે દરસણ કાજે રે ધવલ મંગલ ઘણુ ગીત ગવાઈ સાથીઈ એક પૂરાઈ છે. મન ૬ જ્ઞાનસાગરજીને બોલાવું તે પણ મલપતા આવે રે, નિજ પાટ પટેધર થાર્પે આચારજપદવી આપે છે. મન ૭ સૂરમંત્ર દીધો શ્રીકારી નામ થાપના કીધ વિચારી રે; ઉદયસાગરસૂરી ગણધારી ભવિજન આનંદકારી રે. મન૮ સતર સતાણુએ કારતિક માસે ત્રીજ સુકલ રવિવાસે રે; વિદ્યાસાગરસૂરીને પાટે પધર થયા ગહગાટે રે.
(૩૮)
મન૦
૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org