________________
સુષ વિહારે વિહરતા સૂરતિપુર સિણગાર; આવ્યા મન મેદું કરી વાંદે બહૂ નરનારિ.
છે ઢાલ ૩
પ્રણમું ગિરજા રે નંદન, એ દેશી. સાહભેલા આડંબરે વાજ્યા ઝાંગી ઢાલ સેહ વગા સેહલા સહિરેં છાકમછેલ. શ્રીફલની પરભાવના કરે સાહ પુસીહાલ; પંચસબદાં વાજે ઘણાં હરણ્યા બાલગોપાલ. શુભ થાનક જાણ કરી બેઠા સહિ ગુરૂ ધ્યાન, ચકેસરી આરાધવા મંત્રતણું અનુમાન. સમરણ કરતાં તિહિં સમું આવી ચકચેરીદેવ; કહે પદવી દેજે તુમેં જ્ઞાનસાગરમેં હેવ. નિસુણ ગુરૂ હરષિત થયા ધ્યાન સંપૂરણ કીધ, આવી બેઠા પાટીઈ દેશના ધરમની દીધ. એહ સંઘ સહુ મલી એમ કરેં અરદાસ; પૂજ્ય પટેધર થાપિ અમ મન પૂર આસ. ગપતિ કહે સંઘ સાંભલે થાપણું શ્રીગણધાર; દિવસ ભલે જેઈ કરી કરસું કાજ ઉદાર, તરત તેડાવ્યા જોતિષી તિષશાસ્ત્રના જાણ; કહિ જે દિન અતિ ભલે જિમ કાજ ચઢે સુપ્રમાણ બોલ્યા પંડિત બુદ્ધિથી જોઈ શાસ્ત્ર વિચાર, કારતિક સુદિ રલીઆમણે ત્રીજા દિવસ રવિવાર. પુણ્યાલસાહ પ્રમુદિત થયા મંત્રી બોડીદાસ; મંડાવું મહાવ ઘણાં તિમ વલી જીવણદાસ. સઘલે માણસ મુકિને તેડાવે સવિ સંઘ; ગામ નગર પાટણથકી આવું અતિહિ ઉમંગ.
( 39 )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org