________________
ગછમણ રે ક્ષમાસાગર સૂરિવરૂ, બહુ દેશ રે સહણા છઈ તેહની, સહૂ ભવિયણ રે આન્યા માનઈ જેહની.
જેહની આન્યા સહુ માનઈ વાત સંભલિ એહવી, શ્રીવિનયદેવસૂરિ સૂત્રનઈ બલિ સામાચારી ફેરવી; મનહરષ આણું ચિત્તિ જાણુ મુનિ પરવારઇ પરવર્યા, આવીયા અખ્ખદાવાદમાહિ ગુણઈ કરીનઈ તે ભર્યા. ૨૦૪ તેહવઈ સમઈ રે સુધરમગછ ગુરૂ જાણીઈ, શ્રી પાટણ રે હૂતા તિહાં વષાણી; એહવઉં લહી રે વિમલાચલ યાત્રા ભણી, ક્ષમાસાગર રે પાંગરીયા તે મન ગિણું. મનગણી કહીઈ રિદય લહઈ આદિજિણવર ભેટીયા, મન આસ ૫હતી ચિત્ત હૂતી ગ્રાન્ન કરી મન હરષીયા; થોભીયા કેતા દિન વિમલગિરિ ગંભનયર પધારીચા, હંસરાજ દેસી સુષ સેજાઈ રજનીઈ છઈ પોઢીયા. ૨૦૫
ચઉપઈ. ભીમાસાનઈ ત્રીજઈ માલિ ચડિલે ચંદ્ર દેષઈ સુવિશાલ એહ સુપન દેજઈ મધ્યરાતિ ચિતઈ મનિ ઊઠી સુપ્રભાતિ. ૨૦૬ ઈસઈ તિહાકણિ આવી વાત આવ્યા ગચ્છનાયક વિખ્યાત સંઘ સહુ તિહાં સાતમા જાઈ મન હરષઈ પ્રણમઈ સહુ પાય. ૨૦૭ કરી સજાઈ સંઘઈ ઘણુ ક્ષમાસાગર આવ્યા ભણી; ત્રીજઈ માલિ ઠાઈ ગુરૂરાય વીમોસા મનિહરષ ન માય. ૨૦૮ શ્રીવિનયદેવ એહવઉં સુણી વિજયગછ આવ્યા ગુરૂ ભણી; પાટણ નગરથકી પાંગરિ રાજનગરિ આવઈ સંચરી. ૨૦૯ ખંભનગરથી ૫હતા તેહ પાછલિ ગુરૂ ભાષા છઈ જેહ, બે ગચ્છનાયક મિલીયા જાણુ ભવિયણ ભાવઈ કરઈ વષાણુ. ૨૧૦
(૨૭),
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org